ગુજરાતમાં રોલિંગ પેપર અને સ્મોકિંગ કોન પર પ્રતિબંધ
યુવાધનને નશાથી બચાવવા ગૃહ વિભાગનો મોટો નિર્ણય, નિયમનો ભંગ કરનાર સામે થશે કડક કાર્યવાહી

રોલિંગ પેપર પર પ્રતિબંધ

રોલિંગ પેપર પર પ્રતિબંધ
ગૃહ વિભાગ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ :
ગુજરાતમાં યુવા પેઢીમાં વધી રહેલા નશાના ટ્રેન્ડને રોકવા માટે રાજ્ય સરકારના ગૃહ વિભાગે કડક વલણ અપનાવ્યું છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની વિવિધ કલમો હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને સરકારે સમગ્ર રાજ્યમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના સંગ્રહ, વેચાણ અને હેરાફેરી પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લાદી દીધો છે.

સ્વાસ્થ્ય માટે જોખમી કેમિકલ્સનો ખુલાસો :
સરકાર દ્વારા કરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે આ પ્રકારના રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનમાં ટાઇટેનિયમ ઓક્સાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ, આર્ટિફિશિયલ ડાય, કેલ્શિયમ કાર્બોનેટ અને ક્લોરીન બ્લીચ જેવા અત્યંત ઝેરી તત્વો હોય છે. આ કેમિકલ્સ માનવ સ્વાસ્થ્ય અને ખાસ કરીને ફેફસાં માટે ખૂબ જ હાનિકારક સાબિત થાય છે. યુવાનો માદક પદાર્થોના સેવન માટે આ ચીજોનો ઉપયોગ કરતા હોવાનું સામે આવતા આ આકરો નિર્ણય લેવાયો છે.
વેપારીઓ માટે કડક સૂચના :
હવેથી રાજ્યના કોઈપણ પાન પાર્લર, ચાની કીટલી કે કરિયાણાની દુકાને આ પ્રતિબંધિત વસ્તુઓનું વેચાણ કરી શકાશે નહીં. જો કોઈ વ્યક્તિ કે વેપારી આ જાહેરનામાનો ભંગ કરશે, તો તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 223 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સરકારના આ પગલાનો મુખ્ય હેતુ ગુજરાતના યુવાધનને માદક પદાર્થોના ભરડામાંથી મુક્ત રાખવાનો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?