સિવિલના કસોટી ભવનમાં DNA ટેસ્ટ માટે સ્વજનોની લાઇન
સિવિલ હોસ્પિટલમાં '૭૨ કલાક બાદ રિપોર્ટ મળશે'નું બોર્ડ: ૧૪૪ બ્લડ સેમ્પલ લેવાયા

૭૨ કલાક બાદ રિપોર્ટ મળશે, ૧૪૪ સેમ્પલ કલેક્ટ

૭૨ કલાક બાદ રિપોર્ટ મળશે, ૧૪૪ સેમ્પલ કલેક્ટ
અમદાવાદ શહેરના મેઘાણીનગર આઇજીપી કમ્પાઉન્ડમાં 171-એર ઇન્ડિયા બોઇંગ પ્લેન ક્રેશ થયું છે. પ્લેન ક્રેસમાં 50 લોકોના મૃતદેહોને બહાર કઢાયા છે, જ્યારે આ સંખ્યા હજુ પણ વધી શકે એવી આશંકા છે. ઇજાગ્રસ્ત અને મૃતદેહોને હોસ્પિટલ લાવવામાં આવી રહ્યા છે. હોસ્પિટલમાં ચારે તરફ અફરાતફરીનો માહોલ સર્જાયો છે. એક બાદ એક મૃતદેહો ભરેલી એમ્બ્યુલન્સ સિવિલના પોસ્ટમોર્ટમ રૂમમાં મોકલવામાં આવી રહી છે.
ટ્રોમા સેન્ટર પાસે હજુ લોકોનો જમાવડો જામ્યો છે. હાલ,મુખ્ય ગેટ બંધ કરાયો છે અને બિનજરૂરી લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે.બહારગામથી આવેલા લોકોના જમવાની તથા રહેવા માટે સર્કિટ હાઉસ, શાહીબાગમાં કરવામાં આવી છે.અત્યાર સુધીમાં 144 લોકોના બ્લડ સેમ્પલ કલેક્ટ થયા છે.
30 નંબરમાં વિજય રૂપાણીનું નામ છે, તેમના બ્લડ સેમ્પલ કલેક્ટ કરવા માટે સિવિલમાંથી એક ટીમ અમદાવાદમાં રહેતા તેમના બહેનના ઘરે ગઈ છે.અમદાવાદ વિમાન દુર્ઘટનાનાં પીડિતો માટે ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન (ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ)નાં યુવા કાર્યકરો દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે. નિરમા યુનિવર્સિટીનાં રાધેશ શાહ, યુવરાજ નીમા, પ્રણય ગુપ્તા, રાધિકા પોરવાલ સહીત વિદ્યાર્થીઓ આ સેવા યજ્ઞ માં જોત્રાઈ જઈ અમદાવાદ હોસ્પિટલ નાં રેસીડેન્સ હોસ્ટેલ અને હોસ્પિટલ વોર્ડ માં ફરી પાણી બોટલ અને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન (ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ) દ્વારા પ્રથમ રાઉન્ડ માં 500 પેકેટ પાણીની બોટલો અને 1000 ફૂડ પેકેટ મોકલવામાં આવ્યા છે
સિવિલમાં 72 કલાક બાદ રિપોર્ટ મળશેનું બોર્ડ માર્યુંં

તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.