ગુજરાતમાં રેડ એલર્ટ, આ વિસ્તારો થશે જળબંબાકાર
અમરેલી, જામનગર, વલસાડમાં આજે રેડ એલર્ટ, વેધર વોચ ગ્રુપની સમીક્ષા બાદ કટોકટીની તૈયારી
ગુજરાતમાં રેડ એલર્ટ
ગુજરાતમાં રેડ એલર્ટ
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી બે દિવસ માટે ભારેથી અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ આગાહીને પગલે તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે 20 ઓગસ્ટે અમરેલી, જામનગર, સુરત, નવસારી અને વલસાડમાં રેડ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા, પંચમહાલ, દાહોદ, તાપી અને ડાંગમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. અન્ય જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.
21 અને 22 ઓગસ્ટે ક્યાં પડશે વરસાદ?
આવતીકાલે, 21 ઓગસ્ટે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને જૂનાગઢમાં અતિભારે વરસાદની શક્યતા છે. જ્યારે 21 અને 22 ઓગસ્ટે ગુજરાતના કુલ 26 જિલ્લાઓ જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, પાટણ, મહેસાણા, રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ અને ખેડાનો સમાવેશ થાય છે, ત્યાં ગાજવીજ સાથે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાહત નિયામકની અધ્યક્ષતામાં યોજાયેલી વેધર વોચ ગ્રુપની બેઠકમાં પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. કોઈ પણ કટોકટીનો સામનો કરવા માટે NDRFની 12 અને SDRFની 20 ટીમો અલગ-અલગ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત તરણેતરના મેળા માટે પણ એક SDRF ટીમ ફાળવવામાં આવી છે.
માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.વરસાદની આગાહી જોતા, આગામી દિવસોમાં લોકોને સાવચેત રહેવા અને જરૂરી ન હોય તો બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.