ગુજરાતમાં બેરોજગારીની વાસ્તવિકતા : 2389 તલાટીની જગ્યાઓ માટે 5.42 લાખથી વધુ અરજી
પ્રથમ વખત ધોરણ-12 ના બદલે સ્નાતકની ડિગ્રી ફરજિયાત કરવામાં આવી છતાં ઉમેદવારો વધ્યાં

26 મે થી 10 જૂનના રોજ મોડી રાત સુધી ફોર્મ ભરાયાઃ પ્રિલિમ સાથે ચાર પરીક્ષા આપવી ફરજિયાત

26 મે થી 10 જૂનના રોજ મોડી રાત સુધી ફોર્મ ભરાયાઃ પ્રિલિમ સાથે ચાર પરીક્ષા આપવી ફરજિયાત
ગુજરાતમાં શિક્ષિત બેરોજગારોની વાસ્તવિક્તા જોવા મળી છે. તલાટીની 2389 જગ્યાઓ માટે 5.42 લાખ કરતાં વધારે ઉમેદવારોએ અરજી કરતાં સમગ્ર હકીકત સામે આવી છે. પ્રથમ વખત ધોરણ-12 ના બદલે સ્નાતકની ડિગ્રી ફરજિયાત કરવામાં આવી હોવા છતાં ઉમેદવારો વધ્યાં છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 26 મેથી 10 જૂન રાત્રે 12 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવામાં આવ્યા હતા.
ગુજરાતમાં મહેસૂલી તલાટીઓની ઘટને પૂરવા માટે રાજ્ય સરકારે તલાટીની ભરતી શરૂ કરી છે. વર્ષ 2016માં 2800 તલાટીઓની જગ્યા માટે 6 લાખથી વધુ ફોર્મ ભરાયા હતા. જ્યારે હાલમાં 2389 તલાટીઓની જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. 26 મેથી તલાટીના ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી હતી. 10 જૂન રાત્રે 12 વાગ્યા સુધીમાં 5.42 લાખથી વધુ ઉમેદવારોએ તલાટી બનવા માટે ફોર્મ ભર્યા હતા. મંગળવારે(10 જૂન) તલાટી માટે 4.50 લાખથી વધુ અરજીઓ આવી હતી. જે પૈકી 3.80 લાખ જેટલી અરજીઓ કન્ફર્મ થઈ હોવાનું જાણવા મળ્યું છે. 3 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા ફી ફરી દીધી છે. તલાટીની એક જગ્યા માટે 200 ઉમેદવારો મેદાનમાં હોવાનું સાબિત થયું છે.
તલાટીનો ગ્રેડ પે 1900 પણ સિલેબસ 4200 ગ્રેડ પે જેવો
1900 ગ્રેડ પે વાળી રેવન્યૂ તલાટીની પરીક્ષામાં 4200 ગ્રેડ પે વાળી નાયબ ચીટનીસ અને મદદનીશ ઈજનેરની ભરતી પ્રક્રિયા જેવો સિલેબસ રાખવામાં આવ્યો છે. પરીક્ષા માટે ભરેલી ફી 40 ટકા માર્કસ મળે તો જ પરત કરવાનો નિયમ કરાયો છે. તલાટીની ભરતી પ્રક્રિયામાં બે મહત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. પહેલો ફેરફાર લાયકાત સંબંધિત કરાયો છે. અગાઉ રેવન્યુ તલાટીની ભરતી માટે ધોરણ-12 પાસ લાયકાત જરૂરી હતી. હવેથી ઉમેદવારો માટે સ્નાતક (ગ્રેજ્યુએટ)ની ડિગ્રી ફરજિયાત કરવામાં આવી છે. બીજો ફેરફાર વય મર્યાદાને લઈને કરાયો છે. અગાઉ રેવન્યુ તલાટી ભરતી માટે ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા 33 વર્ષ હતી. જે વધારીને 35 વર્ષ કરવામાં આવી છે.
2,389 રેવન્યુ તલાટીની ભરતી માટે બે પરીક્ષાનું આયોજન કરવામાં આવશે. જેમાં પ્રાથમિક કસોટી અને મુખ્ય પરીક્ષા રહેશે. આ પરીક્ષા માટે તમામ ઉમેદવારોએ ફી ભરવાની રહેશે. જેમાં પ્રાથમિક કસોટીમાં 40 ટકા કે તેથી વધુ માર્કસ લાવનારને ફી રિફંડ કરવામાં આવશે. ઉમેદવારોની ઉંમર મર્યાદા ઓછામાં ઓછી 18 વર્ષની જગ્યાએ 20 વર્ષ પણ કરવામાં આવી છે.
રેવન્યુ તલાટીની ભરતીમાં પ્રિલિમિનરી પરીક્ષા 200 માર્કસની રહેશે. જે MCQ આધારિત લેવાશે. જ્યારે મુખ્ય પરીક્ષામાં 3 પેપર રહેશે. જેમાં અંગ્રેજી ભાષાનું 100, ગુજરાતી ભાષાનું 100 અને જનરલ સ્ટડીનું 150 માર્ક્સનું પેપર રહેશે. ગુજરાતી અને અંગ્રેજી ભાષાના પેપર ધોરણ 12 કક્ષાના આવશે. ગુજરાતી વિષયના પેપરમાં નિબંધ, ગદ્ય સમીક્ષા, સંક્ષેપીકરણ, વિચાર વિસ્તાર, પત્ર લેખન, અહેવાલ લેખન, ભાષાંતર અને ગુજરાતી વ્યાકરણ રહેશે. મુખ્ય પરીક્ષા કુલ 350 ગુણની રહેશે.
ઉલ્લેખનીય છે કે, મદદનીશ ઈજનેરનો માસિક 49 હજાર પગાર હોય છે. તેની પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવે છે. તેમાં માત્ર MCQ આધારીત પરીક્ષા હોય છે. જ્યારે રેવન્યૂ તલાટીનો 1900 નો ગ્રેડ પે અને પગાર 26 હજાર હોય છે. તેમ છતાં પ્રિલિમ અને મુખ્ય એમ બે પરીક્ષાનું આયોજન કરાયુ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.