નશાબંધી ખાતામાં બેફામ ભ્રષ્ટાચાર, યુવરાજસિંહનો સનસનીખેજ આરોપ
યુવરાજસિંહે નશાબંધીના અધિકારી જીગ્નેશ તન્ના અને વેપારી રાહુલ વચ્ચેની ઓડિયો ક્લિપ પણ જાહેર કરી

નશાબંધી ખાતામાં બેફામ ભ્રષ્ટાચાર, યુવરાજસિંહનો સનસનીખેજ આરોપ

નશાબંધી ખાતામાં બેફામ ભ્રષ્ટાચાર, યુવરાજસિંહનો સનસનીખેજ આરોપ
ગુજરાતના નશાબંધી અને આબકારી વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પર્દાફાશ કરતા ખળભળાટ મચી ગયો છે. તેમણે આજે પત્રકાર પરિષદમાં ગંભીર આરોપ લગાવ્યો હતો કે ગુજરાતમાં અધિકારી રાજ અને એજન્ટ રાજ ચાલે છે. તેમણે કહ્યું કે શેરડીના પિલાણ બાદ નીકળતી મોલાસીસ ગોળની રસીના વેચાણ માટે લાયસન્સની જરૂરિયાત હોય છે અને તેમાંથી દારુ બને છે પણ નશાબંધી ખાતાના અધિકારી એક વેપારીને ગોળની રસીનો વેપાર કરવા માટે કમિશન પેટે ચેક મારફતે લાંચ માગી રહ્યા છે. યુવરાજસિંહે પત્રકાર પરિષદમાં આ અધિકારીની ઓડિયો ક્લિપ પણ જાહેર કરી હતી.
યુવરાજસિંહ જાડેજાએ પત્રકાર પરિષદમાં ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ખાંડના કારખાનામાં શેરડીના પીલાણ બાદ ગોળની મોલાસીસ રસી નીકળે છે જેનો દારુ બનાવામાં ઉપયોગ થાય છે . નશાબંધી ખાતાના અધિકારી જીગ્નેશ તન્ના રાહુલ અધ્વર્યુ નામના વેપારીને ગોળની રસીનો વેપાર કરાવી આપવાના બદલામાં કમિશન પેટે ચેક મારફતે લાંચ માંગી રહ્યા છે અને જો ન આપે તો અખબારોમાં ખોટા સમાચાર છપાવી દેવાની ધમકી આપે છે. અધિકારી જીગ્નેશ તન્ના અને વેપારી રાહુલ વચ્ચેની ઓડિયો ક્લિપ પણ તેમણે જાહેર કરી હતી.
નશાબંધીના અધિકારી જીગ્નેશ તન્નાએ ઓડિયો ક્લિપમાં વેપારીને કોરા ચેક આપવાની વાત કરી રહ્યા છે અને તેણે અન્ય કર્મચારીઓના પણ નામ લીધા છે. યુવરાજસિંહે આરોપ લગાવ્યા કે વેપારીને ધમકાવી અધિકારીએ નાણા માંગવામાં આવ્યા છે.
તેમણે ઓડીયો ક્લીપમાં સંભળાતા પાંચ વ્યક્તિઓ અંગે તપાસ કરવા રાજ્ય સરકાર સમક્ષ માગ કરી હતી અને અન્ય વેપારીઓ પાસેથી પણ પ્રતિબંધિત વસ્તુઓના વેચાણ માટેની મંજૂરી મેળવવા ભ્રષ્ટાચાર થતો હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે કહ્યું કે ભૂતકાળમાં આ અધિકારી સામે એસીબીનો કેસ અને ભ્રષ્ટાચારની ફરિયાદો થઈ હતી. તેમણે અધિકારીની મિલકતો અંગે તપાસ કરવા રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી હતી. આ મામલે નશાબંધી અને આબકારી વિભાગને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
યુવરાજસિંહે કહ્યું કે આ રાહુલ અધ્વર્યુ નામનો માણસ કોણ છે અને અધિકારી જીગ્નેશ ક્યા નિયમના આધારે તેની પાસે કોરા ચેક માગે છે તેની તપાસ થવી જરુરી છે. અધિકારી જીગ્નેશ તન્નાએ તેના વહીવટદાર ગુલાબને વચ્ચે રાખી તેની મારફતે સુરત, નવસારી, વલસાડના વેપારીઓએને હેરાન કરીને લાખો રુપિયાનો તોડ કરાયો હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો હતો. તેમણે કહ્યું કે અધિકારી જીગ્નેશ તન્ના સામે એસીબીમાં પણ તપાસ ચાલું છે. તેમણે માગ કરી હતી કે આ બાબતે રાજ્ય સરકાર ઉંડી તપાસ કરે તે જરુરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.

સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મેદાનમાં ઉતરેલા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલન પહેલાં જ યુનિયનના આગેવાનોની અટકાયત કરવામાં આવી