ડબલ સ્ટાન્ડર્ડનો વિવાદ, Rajkot ના મેળા માટે જ કડક SOP, CM સુધી પહોંચ્યો મુદ્દો!
ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી SOP ના નિયમોમાં ફેરફાર કરવા વિનંતી કરી...

રાજકોટના જન્માષ્ટમી લોકમેળા પર કાળા વાદળો...

રાજકોટના જન્માષ્ટમી લોકમેળા પર કાળા વાદળો...
રાજકોટનો સુપ્રસિદ્ધ જન્માષ્ટમી લોકમેળો આ વર્ષે વિવાદના વમળમાં ફસાયો છે. રાજ્ય સરકાર દ્વારા નિર્ધારિત સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)ના કડક નિયમોને કારણે મેળાના આયોજન પર પ્રશ્નાર્થ ઊભો થયો છે. ગુજરાત એમ્યુઝમેન્ટ એસોસિએશન દ્વારા તો CM ભૂપેન્દ્ર પટેલને સીધો પત્ર લખીને SOP ના નિયમોમાં ફેરફાર કરવાની વિનંતી કરવામાં આવી છે, કારણ કે તેમનું માનવું છે કે હંગામી મેળામાં SOP નું પાલન શક્ય નથી.
ખાનગી મેળાના માલિકો અને રાઇડ્સ સંચાલકોએ આ SOP નો ઉગ્ર વિરોધ કર્યો છે. તેમની સ્પષ્ટ ચીમકી છે કે જો જિલ્લા વહીવટી તંત્ર SOP નું કડક પાલન કરાવશે, તો લોકમેળાના ફોર્મ જ નહીં ઉપાડવામાં આવે! ખાસ કરીને, SOP મુજબ ફાઉન્ડેશન ભરી રાઇડ્સ ફિટ કરવાના નિયમનું પાલન કરવું અશક્ય હોવાનું તેમનું કહેવું છે.
રાઇડ્સ સંચાલક દશરથસિંહ વાળા અને ખાનગી મેળા સંચાલક કૃષ્ણસિંહ જાડેજાએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજકોટમાં આઠ જેટલા ખાનગી મેળા પણ એક મહિના સુધી યોજાય છે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે સુરત સહિત અન્ય શહેરોમાં ઉનાળુ વેકેશન મેળા ચાલુ જ છે, જેમાં SOP અલગ છે, અને રાજકોટના મેળામાં જ SOP નું કડક પાલન એ કેવો નિયમ? શું રાજકોટના મેળા માટે જ અલગ માપદંડ રાખવામાં આવી રહ્યા છે?
આ પણ વાંચો : Surat મહાનગરપાલિકાની ઉંઘ ઉડી, હોળી બંગલામાં જર્જરિત ગેલેરી તૂટી, તંત્રની બેદરકારી છતી!
મેળાના માલિકોએ સ્પષ્ટપણે ચીમકી ઉચ્ચારી છે કે રાઇડ્સ વિના ખાનગી મેળાઓ પણ નહીં કરીએ. જો આ સ્થિતિ યથાવત રહેશે તો રાજકોટનો જન્માષ્ટમી લોકમેળો અને તેની સાથે સંકળાયેલા હજારો લોકોની રોજીરોટી પર ખતરો ઊભો થશે. તંત્રની અણઆવડત અને બેવડા ધોરણોનો ભોગ સામાન્ય જનતા અને વેપારીઓ શા માટે બને? CM આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરીને વાજબી ઉકેલ લાવે તે અત્યંત જરૂરી છે, નહીંતર રાજકોટના લાખો લોકો આ વર્ષે લોકમેળાના આનંદથી વંચિત રહી શકે છે.
આ પણ વાંચો : Surat ની પ્રજા ભયભીત, નશેડીઓનો આતંક, ક્યારે થશે કડક કાર્યવાહી?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.