ડ્રાઈવરને ચક્કર આવતાં ST બસ પુલ પરથી નીચે ખાબકી
મુસાફરોથી ભરેલી ST બસ પુલની રેલિંગ તોડીને નીચે ખાબકી, બસમાં 17 મુસાફરો સવાર હતા

ST બસ પુલ પરથી નીચે ખાબકી

ST બસ પુલ પરથી નીચે ખાબકી
રાજકોટના જેતપુર-ધોરાજી નેશનલ હાઇવે પર મોટા ગુંદાળા ગામ નજીક એક ગંભીર અકસ્માતની ઘટના બની છે. ઢાંક-જેતપુર રૂટની મુસાફરોથી ભરેલી ST બસ પુલની રેલિંગ તોડીને નીચે ખાબકી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ, બસના ડ્રાઈવરને બસ ચલાવતી વખતે અચાનક ચક્કર આવતાં આ ઘટના બની હતી. ડ્રાઈવર બેકાબૂ થતાં બસ રોડની સાઈડમાં ઉતરીને પલટી મારી ગઈ અને પુલ પરથી નીચે ખાબકતા મોટો અકસ્માત સર્જાયો હતો. આ ST બસમાં અકસ્માત સમયે કૂલ 17 જેટલા મુસાફરો સવાર હતા.
અકસ્માતમાં ઇજાગ્રસ્તોને રાહત કામગીરી
બસ પુલ પરથી નીચે પડતા તેમાં સવાર 17 જેટલા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા હતા. આ ઘટનામાં 17 મુસાફરોમાંથી 4 ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરાજીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય 6 ઇજાગ્રસ્તોને જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. રાહત અને બચાવ કામગીરી માટે 5થી 6 એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ રાજકોટ ST ડેપોમાં પણ કરવામાં આવી હતી. હાલ જેતપુર તાલુકા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે, જેમાં ડ્રાઈવરને ચક્કર આવવાના કારણની પુષ્ટિ કરવામાં આવશે.
આ પણ વાંચો: ગંગાસ્નાન માટે જતા શ્રદ્ધાળુઓ ટ્રેન અકસ્માતનો ભોગ!
ભૂતકાળમાં પણ ST બસ પલટવાની ઘટના
નોંધનીય છે કે, આ પ્રકારની ST બસ પલટી મારવાની ઘટના ભૂતકાળમાં પણ બની છે. 30 ઓગસ્ટ, 2025ના રોજ સુરતના બારડોલીમાં પણ મુસાફરોથી ભરેલી ST બસ રોડની સાઈડ પર જઈને પલટી મારી ગઈ હતી. તે સમયે પણ મુસાફરોએ બસના કાચ તોડીને બહાર નીકળવું પડ્યું હતું અને ઈજાગ્રસ્તોને સારવાર હેઠળ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જોકે, બારડોલીની ઘટનામાં ડ્રાઈવર બસ મૂકીને ફરાર થઈ ગયો હતો, જ્યારે જેતપુરની ઘટનામાં ડ્રાઈવરને ચક્કર આવવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. મુસાફરોની સુરક્ષા માટે ST બસના ડ્રાઈવરોની તંદુરસ્તી અને નિયમિત મેડિકલ ચેકઅપની જરૂરિયાત આ ઘટનાઓ દ્વારા ફરી એકવાર સામે આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?