રાજકોટમાં હિટ એન્ડ રનમાં 2ના મોત, 15 ઈજાગ્રસ્ત
અકસ્માતમાં 2ના મોત થયા અને 15 અન્ય મહિલાઓ અને યુવતીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા
હિટ એન્ડ રનમાં 2ની ઘટના
હિટ એન્ડ રનમાં 2ની ઘટના
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલા વિંછીયાના હિંગોળગઢ નજીક એક અત્યંત કરુણ અને દર્દનાક હિટ એન્ડ રનનો અકસ્માત સર્જાયો છે. આ ઘટનામાં પૂરપાટ ઝડપે આવી રહેલી એક કારે અચાનક 15 જેટલી મહિલાઓ અને યુવતીઓને અડફેટે લીધી, જેના પરિણામે 40 વર્ષીય શાંતુબેન ગોહિલ અને 52 વર્ષીય રૂપાબેન ગોંડલીયાનું ઘટનાસ્થળે જ મોત થયું છે. આ દુર્ઘટનામાં 15 જેટલા લોકો ઘાયલ થયા છે, જેમાં એક મહિલાને ગંભીર ઈજા પહોંચી છે.
કાર ચાલક તાત્કાલિક ઘટનાસ્થળેથી ફરાર
અકસ્માત સર્જ્યા બાદ કાર ચાલક તાત્કાલિક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો, જેના કારણે રોડ પર અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. આ તમામ મહિલાઓ અને યુવતીઓ જસદણના રહેવાસી છે અને વિંછીયા ગામે કેટરિંગનું કામ પતાવીને પરત ફરી રહી હતી. ઢાળવાળા રસ્તાને કારણે તેઓ રિક્ષામાંથી નીચે ઉતરીને ચાલી રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. અકસ્માત બાદ સ્થાનિક લોકોએ તત્કાળ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તમામ ઇજાગ્રસ્તોને જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડ્યા હતા.
આ પણ વાંચો: ગાંધીનગરમાં હિટ એન્ડ રનની ઘટના, 2 ના મોત, 3 ઘાયલ
અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો
આ ઘટનાની જાણ થતાં જ વિંછીયા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટે સઘન તજવીજ હાથ ધરી છે. આ ઘટનાને કારણે લોકોમાં ભારે રોષ અને શોકની લાગણી ફેલાઈ છે. આ ઘટના એ ફરી એકવાર રસ્તાઓ પર સલામતીના પ્રશ્નો ઉભા કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.