ગુજરાતમાં 24 કલાકમાં 148 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ગોંડલમાં ચાર ઈંચ ખાબક્યો
ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે રાજ્યમાં વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ

ખંભાત અને દસાડામાં ત્રણ, માંડલમાં અઢી તેમજ આઠ તાલુકામાં બે-બે ઈંચ વરસાદ ખાબક્યો

ખંભાત અને દસાડામાં ત્રણ, માંડલમાં અઢી તેમજ આઠ તાલુકામાં બે-બે ઈંચ વરસાદ ખાબક્યો
હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં શનિવારથી વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે. શનિવારે બપોર બાદ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. શનિવારે સવારે 6 વાગ્યાથી રવિવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન રાજ્યના 148 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ગોંડલમાં 4 ઈંચ, ખંભાત અને દસાડામાં 3 ઈંચ, માંડલમાં અઢી ઈંચ અને આઠ તાલુકામાં બે-બે ઈંચ વરસાદ ખાબક્યો છે.
ગુજરાતમાં થન્ડરસ્ટ્રોર્મ એક્ટવિટી શરૂ થઈ ગઈ છે. તેના ભાગ રૂપે રાજ્યના 225 તાલુકામાંથી 148 તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. શનિવારે સવારે 6 વાગ્યાથી રવિવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાક દરમિયાન 148 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સૌથી વધુ ગોંડલમાં ચાર ઈંચ, વરસાદ વરસ્યો હતો. જ્યારે આણંદના ખંભાત અને સુરેન્દ્રનગરના દસાડામાં ત્રણ-ત્રણ ઈંચ, રાજકોટ શહેરમાં પોણા ત્રણ ઈંચ, અમદાવાદના માંડલમાં અઢી ઈંચ, નડિયાદ, થાનગઢ, ધોળકા, પેટલાદ, વાંકાનેર, લખતર, વિરમગામ, સમીમાં બે-બે ઈંચ, રાજકોટના જેતપુરમાં પોણા બે ઈંચ, ધંધુકા, ચોટીલા, બોટાદમાં સવા-સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. તમામ વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થતાં અનેક નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થયા હતા. સાંજના સમયે વરસાદ વરસતા નોકરી અને વેપારથી ઘરે પરત ફરતા લોકો પરેશાન થયા હતા. જ્યારે કેટલાક રોડ ઉપર વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. વરસાદના કારણે ગરમી અને બફારાથી રાહત મળી છે.
રાજ્યમાં સરેરાશ 2.16 ટકા વરસાદ વરસ્યો
ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં અત્યાર સુધી સરેરાશ 15.92 મીમી વરસાદ વરસ્યો છે. મધ્ય ગુજરાતમાં સરેરાશ 30.58 મીમી, દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 18.50 મીમી અને સૌરાષ્ટ્રમાં સરેરાશ 14.48 મીમી વરસાદ વરસ્યો છે. જ્યારે કચ્છમાં હજુ સુધી ચોમાસાનો વરસાદ નોંધાયો નથી. સરેરાશ વરસાદની તુલનામાં ઉત્તર ગુજરાતમાં 2.21 ટકા, મધ્ય ગુજરાતમાં 3.80 ટકા, સૌરાષ્ટ્રમાં 1.94 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 1.24 ટકા વરસાદ વરસી ચુક્યો છે.
15 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગે 15 જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. ચાર જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદ થશે. અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. અરવલ્લી, મહિસાગર, દાહોદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં ભારે વરસાદ થવાની સંભાવનાએ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 16 જૂનના રોજ ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, દાહોદ, ખેડા, આણંદ, અમદાવાદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વડોદરા, નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. જ્યારે કચ્છમાં કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.