કોલકાતામાં ભારતની હાર પર પૂજારાએ ઠાલવ્યો આક્રોશ
ભારતમાં હાર પચે એવી નથી, ટર્નિંગ પિચ પર વધુ નિર્ભરતા પર સવાલ ઉઠાવ્યા

ભારતની હાર પર પુજારનો આક્રોશ

ભારતની હાર પર પુજારનો આક્રોશ
ભારતીય ક્રિકેટના 'ધીરજના પ્રતીક' ગણાતા ચેતેશ્વર પૂજારાનો સંયમ એ સમયે તૂટી ગયો, જ્યારે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં ભારતીય ટીમને શરમજનક હારનો સામનો કરવો પડ્યો. માત્ર 124 રનના સામાન્ય લક્ષ્યનો પીછો કરતા ભારતીય ટીમ માત્ર 93 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ અને 30 રનથી મેચ હારી ગઈ.
ક્રિકેટરથી કોમેન્ટેટર બનેલા ચેતેશ્વર પૂજારાએ આ હારને 'પચે એવી નથી અને અસ્વીકાર્ય' ગણાવી છે.
'ટ્રાન્ઝિશન ફેઝ'નું બહાનું ન ચાલેએક તરફ એવી ધારણા છે કે ભારતીય ટીમ રવિચંદ્રન અશ્વિન, વિરાટ કોહલી, રોહિત શર્મા અને ચેતેશ્વર પૂજારા જેવા સિનિયર ખેલાડીઓની નિવૃત્તિ બાદ "ફેરફારના સમયગાળા" (ટ્રાન્ઝિશન ફેઝ) માંથી પસાર થઈ રહી છે. જોકે, 37 વર્ષીય પૂજારાએ આ દલીલને નકારી કાઢી છે.
પૂજારાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, "હું આ વાત સાથે સહમત નથી. ભારતમાં પ્રતિભાશાળી ખેલાડીઓની ભરમાર છે. આવી સ્થિતિમાં ફેરફારોને કારણે ભારતીય ટીમ ભારતમાં હારે તે અસ્વીકાર્ય છે."
તેમણે ઉમેર્યું કે, "જો ભારત ઈંગ્લેન્ડ કે ઓસ્ટ્રેલિયામાં ટ્રાન્ઝિશન ફેઝના કારણે હારે તો હજી પણ સ્વીકાર્ય છે, પરંતુ ભારત પાસે જે પ્રતિભા અને ક્ષમતા છે... યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, વોશિંગ્ટન સુંદર અને શુભમન ગિલના ફર્સ્ટ-ક્લાસ રેકોર્ડ્સ જુઓ. આટલા સારા રેકોર્ડ્સ હોવા છતાં, જો આપણે ભારતમાં હારી જઈએ તો તેનો સ્પષ્ટ અર્થ છે કે ક્યાંક ગરબડ છે."
હારનું મુખ્ય કારણ: ટર્નિંગ પિચ પર વધુ પડતી નિર્ભરતાપૂજારાએ આ હારનું મુખ્ય કારણ ભારતીય ટીમને ટર્નિંગ પિચો પર વધુ પડતી નિર્ભરતા ગણાવી છે. લાંબા સમય સુધી ટેસ્ટ ક્રિકેટ રમેલા પૂજારાએ સમજાવ્યું કે, જો મેચ એક સારી વિકેટ પર રમાઈ હોત, તો ભારત પાસે જીતવાની શક્યતા વધુ હોત.
તેમણે કહ્યું, "આવી વિકેટો (વધુ પડતી ટર્નિંગ) પર તમારી જીતની ટકાવારી ઘટી જાય છે અને વિરોધી ટીમ તમારા બરાબર આવી જાય છે." પૂજારાના મતે, આ હારે ગયા વર્ષે આ જ દિવસોમાં ન્યૂઝીલેન્ડે ભારતને 3-0થી આપેલી હારના ઘાને તાજા કર્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?