RTI હવે ખાનગી યુનિવર્સિટીઓ માટે પણ થશે ફરજિયાત, સરકારને અમલ માટે સૂચના
ગુજરાત માહિતી આયોગે સ્પષ્ટ કર્યું કે ખાનગી યુનિવર્સિટીઓ પણ RTI કાયદા હેઠળ જાહેર સત્તામંડળમાં આવે છે અને અરજદારોને માહિતી આપવી ફરજિયાત છે.

RTI કાયદો

RTI કાયદો
ગુજરાત માહિતી આયોગે તાજેતરમાં RTI એક્ટ અંગે એક મહત્વપૂર્ણ હુકમ આપ્યો છે. એક ખાનગી યુનિવર્સિટી સામે માહિતી ન આપવાની ફરિયાદમાં આયોગે નિર્ધારણ કર્યું કે, ખાનગી યુનિવર્સિટીઓ પણ RTI કાયદા હેઠળ આવે છે અને તેમને પણ જાહેર સત્તામંડળ માનવી જોઈએ.
RTI કાયદો ખાનગી યુનિવર્સિટીઓ પર લાગુ
આ હુકમમાં જણાવ્યું છે કે, RTI એક્ટ, 2005 માત્ર સરકારી સંસ્થાઓ પર નહિ, પણ એવી ખાનગી યુનિવર્સિટીઓ પર પણ લાગુ પડે છે, જે રાજ્ય વિધાનમંડળ કે સંસદના કાયદા દ્વારા રચાઈ હોય. તેથી તેઓ પણ અરજદારને માંગેલી માહિતી આપવા બોન્ડ થાય છે.
શિક્ષણ વિભાગના 2020ના હુકમનો ઉલ્લેખ
આયોગે રાજ્યના શિક્ષણ વિભાગના 2020ના હુકમ અને પ્રથમ અપીલ અધિકારીના ચુકાદાના હવાલા આપીને કહ્યું કે, ખાનગી યુનિવર્સિટીઓ ‘જાહેર સત્તામંડળ’ તરીકે ગણાય છે. RTI એક્ટમાં એવી સંસ્થાઓ જે રાજકીય કાયદાથી રચાયેલી હોય અથવા મોટા પાયે સરકારી સહાય પામતી હોય, તેને પણ જાહેર સત્તામંડળ તરીકે ઓળખવામાં આવે છે.
UGCની સ્પષ્ટતા
UGC દ્વારા પણ યુનિવર્સિટીઓ અને કોલેજોને RTI એક્ટનો અભ્યાસ કરીને માહિતી જાહેર કરવા માટે સૂચના આપવામાં આવી છે.
હાઈકોર્ટના હાલના સ્ટેનો ઉલ્લેખ
આયોગે સ્પષ્ટતા કરી છે કે, આ હુકમ હાઈકોર્ટના એક કેસના અંતિમ ચુકાદા પર નિર્ભર છે. 2021માં એક ખાનગી યુનિવર્સિટી દ્વારા જાહેર સત્તામંડળ તરીકે ગણાવાના હુકમ સામે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે, જેમાં અત્યાર સુધી 4 ઓગસ્ટ 2025 સુધીનો સ્ટે છે.
સરકારના હુકમની ભલામણ
હાલ તો આયોગ સંબંધિત યુનિવર્સિટીને માહિતી આપવા આદેશ કર્યો છે અને રાજ્યના વહીવટી તંત્રને RTI એક્ટ અમલમાં લાવવા જરૂરી આદેશ આપવા ભલામણ કરી છે. આ હુકમની નકલ શિક્ષણ વિભાગના અધિક મુખ્ય સચિવને મોકલવા અને આદેશ બાદ આયોગને નકલ પાઠવવાની પણ સૂચના આપી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?

તહેવારો પહેલાં ગુજરાતના વીજ ગ્રાહકોને ઝટકો? FPPAS ચાર્જમાં 3.99% વધારાના અહેવાલ વચ્ચે આગામી વીજ બિલમાં યુનિટ દીઠ 30થી 45 પૈસા સુધીનો વધારાનો બોજ પડી શકે છે!

મોરબી ખેડૂત આંદોલનમાં મોટો વળાંક? 24માંથી 21 મુદ્દાઓ પર સહમતી બાદ બાકી 3 માંગણીઓ પર સરકાર શું નિર્ણય લેશે?