પ્રધાનમંત્રી મોદીએ પોતાના 'X' એકાઉન્ટ પર અકસ્માતમાં ઘણા લોકોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને તેઓ જે અપાર દુઃખ અને નુકસાન સહન કરી રહ્યા છે તે સ્વીકાર્યું કર્યું છે. નરેન્દ્ર મોદી અકસ્માત સ્થળની મુલાકાત પણ લીધી હતી.અને પરિસ્થિતિનું પ્રત્યક્ષ મૂલ્યાંકન કર્યું હતું.તેમણે આપત્તિ પછી કામ કરી રહેલા અધિકારીઓ અને ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ સાથે મુલાકાત કરી હતી.
મોદીએ 'x'પર અલગ અલગ પોસ્ટ પર કહ્યું :
"અમદાવાદમાં થયેલા વિમાન અકસ્માતથી આપણે બધા આઘાત પામ્યા છીએ. આટલા બધા લોકોના અચાનક અને હૃદયદ્રાવક નુકસાનનું શબ્દોમાં વર્ણન કરી શકાતું નથી. બધા શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. અમે તેમનું દુઃખ સમજીએ છીએ અને એ પણ જાણીએ છીએ કે પાછળ રહેલો ખાલીપો આવનારા વર્ષો સુધી અનુભવાશે. ઓમ શાંતિ."

"આજે અમદાવાદમાં અકસ્માત સ્થળની મુલાકાત લીધી. વિનાશનું દ્રશ્ય દુ:ખદ છે. ઘટના પછી અથાક મહેનત કરી રહેલા અધિકારીઓ અને ટીમને મળ્યો. આ અકલ્પનીય દુર્ઘટનામાં જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેમની સાથે મારી સંવેદનાઓ છે."