વિમાન દુર્ઘટનાનો છઠ્ઠો દિવસ, 132 મૃતકના DNA થયા મેચ, 97 મૃતદેહો સોંપાયા
અમદાવાદ વિમાન દુર્ઘટનાના છઠ્ઠા દિવસે 132 મૃતકોના DNA મેચ થયા છે અને 97 મૃતદેહો પરિવારજનોને સોંપાયા છે.

32 મૃતકના DNA થયા મેચ

32 મૃતકના DNA થયા મેચ
અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાનો આજે છઠ્ઠો દિવસ થઈ ચૂક્યો છે. અત્યારસુધીમાં મૃતકોના DNA ટેસ્ટમાં મહત્વપૂર્ણ પ્રગતિ થઈ છે. મંગળવારે સવારે 9:07 વાગ્યા સુધીમાં કુલ 132 મૃતકોના DNA સેમ્પલ મેચ થઈ ચૂક્યા છે, જેમાંથી 97 મૃતદેહો તેમના પરિવારજનોને સોંપી દેવાયા છે. બાકીના મૃતદેહોની ઓળખ માટે કામગીરી ચાલુ છે.
તંત્રના જણાવ્યા મુજબ, 11 મૃતદેહો એવા છે જેમના પરિવારના એકથી વધુ સભ્યો મૃત્યુ પામ્યા છે. આવા કેસમાં પરિવારજનો બધા રિપોર્ટ બાદ મૃદદેહ સ્વીકારશે. નોંધનીય છે કે, સોમવારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પાર્થિવદેહને તેમના પરિવારજનોને સોંપીને અંતિમવિધિ કરવામાં આવી હતી.
સોમવારથી અવિરત વરસી રહેલા વરસાદની વચ્ચે પણ મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો સવારથી સિવિલ હોસ્પિટલમાં પહોંચ્યા હતા. તેમ છતાં તંત્રએ અપીલ કરી છે કે, જ્યાર સુધી હોસ્પિટલ તરફથી ફોન ન આવે ત્યાં સુધી મૃદદેહ લેવા નહીં આવે, કારણ કે હજુ પણ ઘણા DNA ટેસ્ટ પેન્ડિંગ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.