હાલોલમાં જળબંબાકાર, 2 કલાકમાં 7 ઈંચ વરસાદ
હાલોલમાં 2 કલાકમાં 7 ઈંચથી વધુ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ, રાજ્યમાં સિઝનનો 88% વરસાદ
2 કલાકમાં 7 ઈંચ વરસાદ
2 કલાકમાં 7 ઈંચ વરસાદ
પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં માત્ર 2 કલાકમાં 6.69 ઈંચ જેટલો મુશળધાર વરસાદ ખાબક્યો છે. આના લીધે હાલોલના મુખ્ય માર્ગોનો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને રસ્તાઓ નદીમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ભારે વરસાદના કારણે હાલોલમાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, અનેક વાહનો રસ્તામાં ફસાઈ ગયા છે. તંત્ર દ્વારા લોકોને સાવચેત રાખવા અને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
40 તાલુકામાં હળવાથી ભારે વરસાદ
રાજ્યમાં છેલ્લા 2 કલાક દરમિયાન 40 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ પંચમહાલના હાલોલમાં થયો છે, જ્યાં 2 કલાકમાં 6.69 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત, સુરતના કામરેજમાં 1.18 ઈંચ, વલસાડના ઉમરગામમાં 1.14 ઈંચ, ખેડાના મહુધામાં 0.83 ઈંચ અને નડિયાદમાં 0.71 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિાય આણંદના ઉમરેઠામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો.
રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ
ગુજરાતમાં હજુ સુધી સિઝનનો કુલ 88 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યના 43 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ગુરુવારે રાજ્યના 103 તાલુકામાં મેઘમહેર થઈ હતી, જેમાં તાપીના ડોલવણમાં 2 કલાકમાં 5 સહિત સૌથી વધુ 7 ઈંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ દ્વારા હજુ આગામી 7 દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, જેથી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ સાથે એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.