સગીર પ્રેમી જોડું પાકિસ્તાનથી ભારત આવ્યું
પાકિસ્તાનનું સગીર પ્રેમી જોડું કચ્છના રતનપર ગામે પહોંચી આવ્યું, જ્યાં પોલીસે અટકાયત કરી

સગીર પ્રેમી જોડું

સગીર પ્રેમી જોડું
ગુજરાતના કચ્છ જિલ્લાના રાપર તાલુકાના સરહદી રતનપર ગામની સીમમાંથી પાકિસ્તાનના 2 કિશોર-કિશોરીને ગેરકાયદે રીતે સરહદ પાર કરીને આવવા બદલ ઝડપી પાડવામાં આવ્યા છે. આ બન્નેની ઉંમર આશરે 15 થી 16 વર્ષની છે. આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે જાગૃત ગ્રામજનોને શંકાસ્પદ હિલચાલ જણાતાં તેમણે તાત્કાલિક ખડીર પોલીસને જાણ કરી. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે, બન્ને કિશોર-કિશોરી એકબીજાને પ્રેમ કરતા હતા, પરંતુ તેમના પરિવારને આ સંબંધ મંજૂર ન હોવાથી, તેમણે સરહદ પાર કરીને ભારત આવવાનું જોખમી પગલું ભર્યું.
પ્રેમી યુગલ પગપાળા સરહદ પાર કરી આવ્યું
ઝડપાયેલા બન્ને કિશોર-કિશોરી ભીલ સમાજના છે અને પાકિસ્તાનના થરપારકર જિલ્લાના ઈસ્લામકોટ તાલુકાના લસરી ગામના વતની હોવાનું સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, તેઓ એકબીજાના પડોશમાં રહેતા હતા. હાલ ભારત-પાકિસ્તાન વચ્ચેની રણ સરહદ પર ચોતરફ પાણી ભરાયેલું છે. તેવામાં આ બન્ને યુવા પ્રેમીઓએ આવો વિકટ અને જોખમી રસ્તે પગપાળા ચાલીને 8 ઓક્ટોબર) સવારે ખડીર દ્વીપના આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલા રતનપર ગામના સીમાડે પહોંચ્યા હતા. તેમની આ સફર પ્રેમની જીદ અને પરિવારની નારાજગીમાંથી બચવા માટેની હતી.
આ પણ વાંચો: ભારત-પાક. મહિલા મેચમાં અજીબોગરીબ સમસ્યાથી વિક્ષેપ
રતનપર ગામમાં શંકાસ્પદ જણાતાં પોલીસને સોંપાયા
આ બંને કિશોર-કિશોરી ગામના તળાવ પાસે આવેલા સાંગવારી માતાજીના મંદિર નજીક શંકાસ્પદ હાલતમાં જણાતાં સ્થાનિકોએ તેમની પૂછપરછ કરી હતી. પૂછપરછ દરમિયાન બન્ને પાકિસ્તાની સિંધી ભાષા બોલતા હોવાથી ગ્રામજનોને શંકા ગઈ અને તેમણે તાત્કાલિક ગામના સરપંચને જાણ કરી હતી. સરપંચે આ મામલે ખડીર પોલીસને જાણ કરતાં, પોલીસ મથકના ઈન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર સ્થળ પર પહોંચ્યા અને બંનેની અટકાયત કરી હતી.
સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ કરાશે
બંનેની તબીબી તપાસ બાદ તેમને ભુજના જોઈન્ટ ઇન્ટરોગેશન સેન્ટર (JIC)માં મોકલવામાં આવશે, જ્યાં વિવિધ સુરક્ષા એજન્સીઓ દ્વારા તેમની સઘન તપાસ કરવામાં આવશે. બંનેના નામ તોતો ઉર્ફે તારા રણમલ ચૂડી (ઉં.વ. 16) અને મીના ઉર્ફે પૂજા કરશન ચૂડી (ઉં.વ. 15) છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!