પાકિસ્તાને ટેન્કો અને 600થી વધુ કર્યા હતા ડ્રોન હુમલા, BSFએ તમામ પ્રયાસ કર્યા નિષ્ફળ
પાકિસ્તાને ગુજરાત બોર્ડર પર ટેન્કો અને તોપખાના ગોઠવીને 600થી વધુ ડ્રોન હુમલા કર્યા હતા, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યા હતા.

BSFના IG અભિષેક પાઠક

BSFના IG અભિષેક પાઠક
ગુજરાત બોર્ડર પર પાકિસ્તાને ટેન્કો ગોઠવી હતી અને 600થી વધુ ડ્રોન હુમલાના પ્રયાસ કર્યા હતા. BSFના IG અભિષેક પાઠકે જણાવ્યું કે, તમામ ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) ભારત-પાકિસ્તાન અને ભારત-બાંગ્લાદેશની સરહદ પર 24x7 દેશની રક્ષા માટે તૈનાત છે.
ગુજરાત ફ્રન્ટિયર BSFનો મહત્વપૂર્ણ વિભાગ છે, જે બાડમેર (રાજસ્થાન)થી લઈને સર ક્રીક (ગુજરાત) સુધીની આંતરરાષ્ટ્રીય સરહદનું રક્ષણ કરે છે. આ વિસ્તાર દુર્ગમ અને પડકારસભર છે-ક્યાંક રણ, ક્યાંક ક્રીક, અને ઉંચી રેતીની ટેકરીઓ સાથે 50°C સુધીનું તાપમાન હોય છે. છાંયો ન હોય તેવી પરિસ્થિતિમાં પણ સૈનિકો અડગ રહી સરહદની રક્ષા કરે છે.
22 એપ્રિલ 2025ના રોજ પહલગામમાં થયેલા આતંકી હુમલાના પગલે પાકિસ્તાન દ્વારા સરહદ પાસે ટેન્કો અને તોપખાના ગોઠવાયા હોવાની ગુપ્તચર માહિતી મળતાં જ, ગુજરાત ફ્રન્ટિયરે તાત્કાલિક તમામ સરહદી ચોકીઓ પર ઉચ્ચ કેલિબરના હથિયાર અને સર્વેલન્સ સાધનો તૈનાત કર્યા છે.
BSFના ડિરેક્ટર જનરલે ક્રીક વિસ્તારની મુલાકાત લઈ સૈનિકોને માર્ગદર્શન આપ્યું અને અન્ય અધિકારીઓએ પણ સરહદી ચોકીઓની મુલાકાત લીધી હતી. અભિષેક પાઠકે સ્પષ્ટ કર્યું કે, BSF દરેક પડકારને પહોંચી વળવા માટે તૈયાર છે અને ભારતની માતૃભૂમિને ખમતો અને નિર્ભય રીતે રક્ષે છે.
ગુજરાત બોર્ડર, પાકિસ્તાની ટેન્કો, ડ્રોન હુમલો, સર ક્રીક, આંતરરાષ્ટ્રીય સરહદ, સુરક્ષા વ્યવસ્થા, બોર્ડર સિક્યુરિટી, દેશની રક્ષા, પાકિસ્તાની તોપખાનાં, કળણવાળી જમીન, રણ વિસ્તાર, જમ્મુ કાશ્મીર, BSF ડિરેક્ટર, હથિયાર તૈનાતી
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?

સુરતમાં તહેવારો પહેલાં ઘીનો કથિત કાળો કારોબાર ઝડપાયો! અબ્રામાના ગોડાઉનમાં પોલીસનો દરોડો, ₹18.21 લાખનો મુદ્દામાલ જપ્ત