જ્ઞાન સહાયકોનો આક્રોશ: કાયમી નોકરીની માંગ
જ્ઞાન સહાયકની ભરતીને લઈને ઉમેદવારોમાં ભારે રોષ, સરકાર પાસે કરી કાયમી ભારતીની માંગ
જ્ઞાન સહાયકના ઉમેદવારોમાં આક્રોશ
જ્ઞાન સહાયકના ઉમેદવારોમાં આક્રોશ
ગુજરાતમાં હાલમાં જ્ઞાન સહાયકની ભરતીને લઈને ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અમદાવાદ જિલ્લામાં 1000થી વધુ જગ્યાઓ માટે જ્ઞાન સહાયક તરીકે અરજીઓ મંગાવવામાં આવી હતી, પરંતુ માત્ર 100 ઉમેદવારો જ હાજર રહ્યા, એટલે કે 90% જગ્યાઓ ખાલી રહી છે. આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે આ યોજના પ્રત્યે ઉમેદવારોમાં કેટલો અસંતોષ છે.
જ્ઞાન સહાયક યોજના સામે પ્રચંડ વિરોધઉમેદવારોનો આક્ષેપ છે કે સરકાર જ્ઞાન સહાયક તરીકે જેટલી જગ્યાઓ ખાલી રહેશે, તેટલી જગ્યાઓ કાયમી ભરતીમાં ઉમેરશે. જો આ વાત સાચી હોય તો ઉમેદવારો આ યોજનાનો પ્રચંડ વિરોધ કરી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે આ યોજનાનો સમગ્ર ગુજરાતમાં વિરોધ થવો જોઈએ. ઉમેદવારોની મુખ્ય માંગ કાયમી નોકરીની છે. તેઓ જણાવે છે કે ધોરણ 1 થી 12માં ભરતી બાદ પણ 30,000થી વધુ જગ્યાઓ ખાલી છે અને તેમને કાયમી નોકરી મળવી જોઈએ.
ઉમેદવારોના ઓર્ડર ફાડવાની ધમકીનોકરી માટે લાયક ઉમેદવારો સ્પષ્ટપણે જણાવી રહ્યા છે કે તેઓ આ જ્ઞાન સહાયકના ઓર્ડર સ્વીકારીને શાળામાં હાજર થવાના નથી. તેઓનું કહેવું છે કે આટલા સારા માર્ક્સ હોવા છતાં તેમને નોકરી નથી મળી અને તેઓ કાયમી નોકરીના હકદાર છે. ઉમેદવારોએ આ સ્થિતિ માટે સરકારની બેદરકારી અને અનિયમિતતાઓને જવાબદાર ગણાવી છે.
ભરતીમાં અનિયમિતતા અને ખાલી રહેલી જગ્યાઓઉમેદવારોએ ભરતી પ્રક્રિયામાં અનેક ગેરરીતિઓ પણ દર્શાવી છે:
બે-બે ઓર્ડર: સરકારે સંમતિ આપ્યા બાદ પણ કેટલાક વિદ્યાર્થીઓને બે-બે ઓર્ડર ફાળવ્યા છે, જેના કારણે અન્ય લાયક ઉમેદવારોને તક મળી નથી.
કોમન કેન્ડિડેટ્સ: 11-12ના કોમન કેન્ડિડેટ્સ 9-10ના રાઉન્ડમાં ફરીથી રિપીટ થયા છે.
ગેરહાજર રહેલા ઉમેદવારો: અન્ય સરકારી પરીક્ષામાં પાસ થયેલા ઉમેદવારો શિક્ષણ સહાયકની ભરતીમાં ગેરહાજર રહ્યા છે.
આવી અનેક ગેરરીતિઓના કારણે 10,700ની ભરતીમાંથી 3,500થી વધુ જગ્યાઓ ખાલી રહી છે. ઉમેદવારોની માંગ છે કે તેમના જેવા લાયક ઉમેદવારો માટે બીજો રાઉન્ડ તરત જ બહાર પાડવામાં આવે.
કાયમી શિક્ષકોની માંગ અને સરકારની બેદરકારીઉમેદવારોની લાગણી છે કે જૂના શિક્ષકોની બદલી અને 31/05/2025ની સ્થિતિએ 4098 જેટલી જગ્યાઓ ખાલી છે. આ ખાલી જગ્યાઓને વર્તમાનમાં ચાલી રહેલી શિક્ષણ સહાયકની ભરતીમાં સમાવવામાં આવે. આટલી બધી જગ્યાઓ ખાલી હોવા છતાં લાયક ઉમેદવારો બેરોજગાર છે, જે સરકારની બેદરકારી દર્શાવે છે. ઉમેદવારોની એક જ માંગ છે - ગુજરાત માટે કાયમી શિક્ષક, કાયમી શિક્ષક, કાયમી શિક્ષક. આ મુદ્દો ગુજરાતના દરેક ખૂણે પહોંચે અને તેનો વિરોધ થાય તેવી તેમની અપેક્ષા છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.