વડોદરા કોર્પોરેશને સમજવું જોઇએ કે શહેર જળબંબાકાર કેમ થાય છે
નદીના કોતર અને કુદરતી પૂર વિસ્તારોમાં જરૂરી કામગીરી હાથ ધરાઈ નથી

નદીના કોતર અને કુદરતી પૂર વિસ્તારોમાં જરૂરી કામગીરી હાથ ધરાઈ નથી

નદીના કોતર અને કુદરતી પૂર વિસ્તારોમાં જરૂરી કામગીરી હાથ ધરાઈ નથી
શહેરમાં આવેલા વિનાશક પૂર બાદ હ્યૂમન રાઈટ કમિશને સુઓમોટો દાખલ કરી વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટ માટે એક નિષ્ણાત સમિતિનું ગઠન કર્યું હતું. આ સમિતિએ તેનો વિગતવાર રિપોર્ટ સબમિટ કર્યો છે, જેમાં નદીના સંરક્ષણ અને પૂર નિવારણની ગંભીર ખામીઓ ઉજાગર થઈ છે. રિપોર્ટમાં જણાવ્યું છે કે, નદીના કોતર અને કુદરતી પૂર વિસ્તારોમાં જરૂરી કામગીરી હાથ ધરાઈ નથી, જેના કારણે પૂરની સ્થિતિ વધુ ગંભીર બની હતી.
રિપોર્ટમાં લખાયું છે કે વિશ્વામિત્રી નદીના માત્ર 2 કિનારા વચ્ચેનું કામ થયું છે. નદીનો જે મેપ બનાવ્યો છે. તેમાં કામ થવાનું બાકી છે. નદીમાં સુવેઝ ડમ્પ થાય છે. નદીના કિનારા પછીની જગ્યા પરથી કચરો હટાવાનો છે. કોર્પોરેશને સમજવું જોઇએ કે ફ્લડ અને વોટરલોગીંગ અલગ ચીજ છે. પેવર બ્લોકના કારણે વોટર લોગીંગ થાય છે. ખાસ તો નદીના બંને કિનારે પાવાગઢથી દરીયા કિનારા સુધી લોકલ વૃક્ષોનું પ્લાન્ટેશન કરવું જોઇએ અને તે વૃક્ષોની નિભાવણી જાળવણી કરવી જોઇએ . આ બાબતે ફોરેસ્ટ વિભાગનું ધ્યાન દોરાયું છે. આ ઉપરાંત બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ વે પાણી રોકે છે. તેની પર ધ્યાન આપવું જોઇએ. મુંબઇ દિલ્હી એક્સપ્રેસ વેમાં ઢાઢર પસાર થાય છે ત્યાં ચોમાસામાં ખેતરમાં સીધું પાણી વહે છે. પાણી જવાના બીજા રસ્તા રાખવા પડે નહીંતર પાણી નહીં જાય તેનું ધ્યાન કોર્પોરેશને રાખવું જોઇએ. .
હ્યૂમન રાઈટ કમિશને પર્યાવરણવિદ રોહિત પ્રજાપતિ, પ્રો. નેહા સરવટે, ડો. જીતેન્દ્ર ગવળી, મિતેશ પંચાલ અને ડો. રણજીતસિંહ દેવકરની નિષ્ણાત ટીમની રચના કરી હતી. આ ટીમને વિશ્વામિત્રી રિવાઇવલ પ્રોજેક્ટની પ્રગતિનું નિરીક્ષણ કરી, રિપોર્ટ સબમિટ કરવાની સૂચના આપવામાં આવી હતી. સમિતિએ 24 મે અને 5 જૂન, 2025ના રોજ પોતાના અવલોકનો અને સૂચનો સાથેનો રિપોર્ટ સબમિટ કર્યો.
સમિતિએ પાલિકાને અધિકારીઓ અને સ્ટાફની કુશળતા વધારવા તાલીમ શિબિરો અને સતત શિક્ષણ કાર્યક્રમો યોજવાની સલાહ આપી છે. આ ઉપરાંત, જમીનની નીચે પાણીની સ્થિતિ જાણવા એક્વા મેપ તૈયાર કરવાની ભલામણ કરાઈ છે. પેવર બ્લોક અને આરસીસી રોડને કારણે પાણી જમીનમાં ઉતરતું નથી, જેનો ઉકેલ શોધવા પણ સૂચન કરાયું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.