અનેક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં અનેક જગ્યાએ રેડ અને ઓરેન્જ એલર્ટની ચેતવણી
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી
ગુજરાતમાં મેઘરાજાએ પોતાનો અસલી મિજાજ દેખાડવાનું શરૂ કરી દીધું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં એકસાથે 5 જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી દિવસોમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આ વરસાદ વિનાશક પણ સાબિત થઈ શકે છે, જેના કારણે જનજીવન પ્રભાવિત થવાની પૂરેપૂરી શક્યતા છે.
રેડ અને ઓરેન્જ એલર્ટની ચેતવણી
હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ. કે. દાસે જણાવ્યું છે કે, ગુજરાતના તમામ પોર્ટ પર LCS 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે માછીમારોને 24મી ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર, આજે એટલે કે 21મી તારીખે, ગુરુવારે દ્વારકામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેનો અર્થ છે કે અહીં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે.
કોઈ પણ જિલ્લામાં ઓરેન્જ કે રેડ એલર્ટ નથી
આ ઉપરાંત, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, નવસારી અને વલસાડ જેવા જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં ભારે વરસાદની શક્યતા છે. જોકે, પંચમહાલ અને દાહોદમાં કોઈ ખાસ ચેતવણી નથી. રાહતની વાત એ છે કે, 22મી તારીખે વરસાદની તીવ્રતા ઓછી થવાની શક્યતા છે અને તે દિવસે કોઈ પણ જિલ્લામાં ઓરેન્જ કે રેડ એલર્ટ આપવામાં આવ્યું નથી.
દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનનું વધશે જોર
આગામી 24 કલાક દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને પશ્ચિમ ઘાટ અને મુંબઈથી સુરત સુધીના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનનું જોર વધવાની અને તેજ પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરી છે. આ તીવ્ર પવન અને વરસાદને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકો અને તંત્રે સાવચેત રહેવાની જરૂર છે.
સરોવર ડેમની ઊંચાઈ વધવાની શક્યતા
બંગાળના ઉપસાગરમાં એક નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના પ્રભાવથી મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ સર્જાશે. અમદાવાદ અને ગાંધીનગર સહિત મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં આજ સાંજ સુધીમાં વરસાદના ઝાપટાં પડી શકે છે. તેમણે 30 ઓગસ્ટ સુધીમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં પણ રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ ઉપરાંત, મધ્ય પ્રદેશમાં પણ ભારેથી અતિભારે વરસાદ વરસવાની શક્યતા છે, જેના કારણે નર્મદા નદી બે કાંઠે વહે તેવી અને સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધે તેવી શક્યતાઓ છે. નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોએ પૂરચેતવણી અને સાવચેતી રાખવી જરૂરી છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.