વરસાદની મોડી વિદાયથી હવામાન નિષ્ણાતો સતત ચિંતિત
ગુજરાતમાં આબોહવા પરિવર્તનને કારણે વરસાદની પેટર્ન બદલાઈ, ખેડૂતો અને પર્યાવરણને ભારે નુકસાન
વરસાદના પાછા ફરવાની પેટર્ન બદલાઈ
વરસાદના પાછા ફરવાની પેટર્ન બદલાઈ
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું, જે વર્ષોથી તેની ચોક્કસ પેટર્ન માટે જાણીતું હતું, તે હવે પોતાનો માર્ગ બદલી રહ્યું છે. આ બદલાવ સામાન્ય લોકો અને ખાસ કરીને ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. છેલ્લાં દસ વર્ષમાં વરસાદની વિદાયની તારીખો સતત મોડી પડી રહી છે, જેના કારણે ખેતી, પાણી વ્યવસ્થાપન અને હવામાનની પેટર્ન પર ગંભીર અસર થઈ રહી છે.
વરસાદની વિદાય: પેટર્ન અને તારીખોમાં મોટો બદલાવ
આજથી લગભગ 10 વર્ષ પહેલાં, 1 સપ્ટેમ્બરથી ભારતના ઉત્તરીય રાજ્યોમાંથી વરસાદ પાછો ફરવાની શરૂઆત થતી હતી. વર્ષ 2020-21થી આ પેટર્ન બદલાઈ અને વિદાયની તારીખ 15-17 સપ્ટેમ્બર સુધી લંબાઈ હતી. જોકે, છેલ્લાં થોડાં વર્ષોથી આ તારીખમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે. હવે ચોમાસું સત્તાવાર રીતે 17 દિવસ મોડું એટલે કે 5 ઓક્ટોબરની આસપાસ સુધી પાછું ખેંચાઈ રહ્યું છે. દિલ્હીના છેલ્લા 10-15 વર્ષના આંકડા દર્શાવે છે કે 24 સપ્ટેમ્બર પહેલાં ક્યારેય વરસાદે વિદાય લીધી નથી. ગુજરાતમાં પણ આ જ પેટર્ન જોવા મળી રહી છે, જ્યાં 29-30 સપ્ટેમ્બરના રોજ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે, જે વરસાદની વિદાયને વધુ પાછળ ધકેલશે.
બંગાળની ખાડીનું લો-પ્રેશર અને અનિયમિતતા
હવામાન નિષ્ણાતોના મતે, વરસાદની આ બદલાતી પેટર્ન પાછળનું મુખ્ય કારણ બંગાળની ખાડીમાં મોડે મોડે સર્જાતી લો-પ્રેશર સિસ્ટમ છે. ભૂતકાળમાં આ સિસ્ટમ ઉત્તર દિશામાં આગળ વધતી હતી, પરંતુ છેલ્લા 7-8 વર્ષથી તે ધીરે ધીરે પોતાનો રસ્તો બદલીને પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે. આ બદલાવના કારણે દેશના અનેક વિસ્તારોમાં અનિયમિત અને મોસમી વરસાદનું પ્રમાણ વધ્યું છે, જેના કારણે ક્યાંક પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે, તો ક્યાંક લાંબા સમય સુધી વરસાદ ખેંચાવાથી ખેડૂતોને પાકને નુકસાન થઈ રહ્યું છે.
ગુજરાતમાં પાછોતરો વરસાદ અને ખેડૂતોની ચિંતા
હાલમાં બંગાળની ખાડીમાં સર્જાયેલી લો-ડિપ્રેશન સિસ્ટમના કારણે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન નિષ્ણાતોના મતે, ઓક્ટોબરના પહેલા અઠવાડિયા સુધી ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ વરસવાની શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાંથી વરસાદ વિદાય લઈ ચૂક્યો છે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં હજુ પણ વરસાદની શક્યતા છે. આ પાછોતરો વરસાદ 5-6 ઓક્ટોબર સુધી લંબાઈ શકે તેમ છે. આ અનિયમિતતા ખેડૂતો માટે મોટી સમસ્યાઓ ઊભી કરી રહી છે. પાક તૈયાર થઈ ગયો હોય ત્યારે અચાનક વરસાદ આવવાથી પાક નિષ્ફળ જવાનો ભય રહે છે, જ્યારે ચોમાસું મોડું શરૂ થવાથી વાવેતર પણ મોડું થાય છે. આ આખી સાઇકલ ખેતી અને અર્થતંત્રને નુકસાન પહોંચાડી રહી છે.
વરસાદના બદલાતા મિજાજની ગંભીર અસરો
વરસાદની આ બદલાતી પેટર્ન એક વૈશ્વિક ચિંતા છે. આબોહવા પરિવર્તન (Climate change) ના કારણે આવી અનિયમિતતાઓ વધી રહી છે. ક્યારેક નવરાત્રિ તો ક્યારેક દિવાળી જેવા તહેવારોમાં પણ વરસાદનું વિઘ્ન આવી રહ્યું છે. આ ફક્ત હવામાનનો બદલાવ નથી, પરંતુ તે પર્યાવરણ અને જીવનશૈલી પરની ગંભીર અસરોનું પ્રતિબિંબ છે, જેનો તાત્કાલિક ઉકેલ લાવવો જરૂરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.