ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે.ત્યારે હવામાન વિભાગે આગામી 1 જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી કરી છે.સૌરાષ્ટ્ર,મધ્ય અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધ્યું છે.ત્યારે આજે બુધવારે રાજ્યના 84 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.સુરત વિસ્તારમાં જાણે આભ ફાટી પડ્યું હોય એવું વરસાદ પડ્યો છે.ગુજરાતનાં લગભગ દરેક જિલ્લામાં વરસાદએ તોફાની બેટિંગ કરી છે.જેમાં સૌથી વધુ નર્મદાના સાગબારામાં 5.04 ઈંચ અને વડોદરાના પાદરામાં બે કલાકમાં 2.36 ઈંચ વરસાદ નોંધાયો છે.59 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ પડ્યો છે.હજુ પણ આગામી સમય અતિ થી અતિભારે વરસાદ પડી શકે છે.
8 કલાકમાં 84 તાલુકામાં વરસાદ :
રાજ્યમાં આજે બુધવારે સવારના 6 થી બપોરના 2 વાગ્યા સુધીમાં 84 તાલુકામાં વરસાદ પડ્યો છે.જેમાં સુરતના ઉમરપાડામાં 4.8 ઈંચ,તાપીના કુકરમુંડામાં 4.29 ઈંચ, નર્મદાના ડેડિયાપાડામાં 4.21 ઈંચ,મહીસાગરના લુણાવાડામાં 3.83 ઈંચ,તાપીના વ્યારામાં 3.5 ઈંચ,ડાંગના વઘઈમાં 2.56 ઈંચ,વડોદરાના પાદરા અને દાહોદના ફતેપુરામાં 2.36 ઈંચ,સુરતના કામરેજમાં 2.2 ઈંચ,નવસારીના વાંસદા અને મહીસાગરના સંતરામપુરમાં 2.09 ઈંચ વરસાદ ખાબક્યો છે.જ્યારે અન્ય 71 જેટલા તાલુકામાં 1થી 2 ઈંચ વરસાદ નોંધાયો છે.વરસાદના કારણે અનેક લોકોના જન જીવન ઠપ થઈ ગયા છે.જે જિલ્લામાં વધારે વરસાદ પડ્યો છે.ત્યાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયું છે.તેના કારણે શાળાઓમાં રજા પણ આપી દીધી છે.તંત્ર દ્વારા લોકોને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
જુઓ કયા-કેટલો વરસાદ ખાબક્યો :


