નવરાત્રિમાં મેઘરાજાનો રંગમાં ભંગ: ઠેર-ઠેર ગરબા રદ્
અમદાવાદ, વડોદરા અને સુરતમાં સાતમા નોરતે વરસાદ, ખેલૈયાઓની મજા બગડી
મેઘરાજાએ ખેલૈયાની બગાડી મજા
મેઘરાજાએ ખેલૈયાની બગાડી મજા
ગુજરાતમાં શારદીય નવરાત્રિનો ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો છે, ત્યારે અચાનક મેઘરાજાની એન્ટ્રીએ ખેલૈયાઓની મજા બગાડી છે. અમદાવાદ, વડોદરા અને સુરત સહિત રાજ્યના અનેક શહેરોમાં સાતમા નોરતે ભારે વરસાદ ખાબક્યો છે, જેના કારણે મોટાભાગના ગરબાના આયોજનો રદ્દ કરવાની ફરજ પડી છે.
વરસાદના કારણે આયોજકો ચિંતિતવરસાદને કારણે પાર્ટી પ્લોટ અને ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે, જેથી ખેલૈયાઓને ગરબા રમવામાં મુશ્કેલી પડે. આથી, આયોજકોએ ગરબા રદ્દ કરવાનો નિર્ણય લીધો છે. ગરબા ગ્રાઉન્ડને બચાવવા માટે પ્લાસ્ટિક પાથરીને પાણીને અટકાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ સતત વરસાદ આ પ્રયાસોને નિષ્ફળ બનાવી રહ્યો છે.
કયા ગરબા આયોજનો રદ્દ થયા?રાજ્યમાં અનેક મોટા ગરબા આયોજનો રદ્દ થયા છે. જેમાં મુખ્યત્વે:
વડોદરા: યુનાઈટેડ-વે, LVP, VNF અને લક્ષ્મીવિલાસ પેલેસ ખાતેના ગરબા.
સુરત: કીમમાં મૈત્રી ગ્રુપના ગરબા.
અમદાવાદ: કર્ણાવતી ક્લબ (મુલાસણ), દીવીના મંડળીના રાસ ગરબા અને સાઉથ બોપલમાં લાભ ક્રિએશનના ગરબા.
પંચમહાલ: જિલ્લા પોલીસ પરેડ ખાતે આયોજિત ગરબા.
વરસાદને કારણે ખેલૈયાઓમાં નિરાશાનો માહોલ છે, કારણ કે તેઓ વર્ષભર આ નવ દિવસની આતુરતાથી રાહ જોતા હોય છે. ખાસ કરીને નવરાત્રિના અંતિમ દિવસોમાં જ્યારે ઉત્સાહ ચરમસીમાએ હોય છે, ત્યારે વરસાદ પડતા ગરબા રદ્દ થતા તેમની મજા બગડી છે. આ અનિયમિત વરસાદ, જે ચોમાસાની વિદાયની પેટર્ન બદલાઈ રહી હોવાનો સંકેત આપે છે, તે માત્ર ગરબા જ નહીં પરંતુ ખેડૂતો અને સામાન્ય જનજીવન પર પણ અસર કરી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.