બોરસદમાં 60 વર્ષનું સૌથી મોટું ડિમોલિશન, 200થી વધુ મકાનો પર ફેરવાયું બુલડોઝર
આણંદ જિલ્લાના બોરસદ શહેરમાં 60 વર્ષના ઈતિહાસમાં સૌથી મોટું મેગા ડિમોલિશન હાથ ધરાયું છે.

બોરસદમાં ડિમોલિશન

બોરસદમાં ડિમોલિશન
આણંદ જિલ્લાના બોરસદ શહેરના ઈતિહાસમાં સૌપ્રથમ વખત એટલું મોટું મેગા ડિમોલિશન હાથ ધરાયું છે. કંતાનગર અને પાંચવડ વિસ્તારમાં થયેલા આ અપરમપાર ઓપરેશનમાં અંદાજે 200થી વધુ પક્કા અને કાચ્ચા મકાનો પર બુલડોઝર ફેરવવામાં આવ્યા.
આ કામગીરીના ભાગરૂપે પોલીસ અને પાલિકા અધિકારીઓએ 600 ગુંઠાથી વધુ દબાણમુક્ત જમીન મેળવી હતી, જે છેલ્લા 50 વર્ષથી દબાણ હેઠળ હતી. આ જમીન પર રહેલા 1100થી વધુ રહીશો હવે બેઘર બન્યા છે.
ડિમોલિશન દરમિયાન કંતાનગરના રહેવાસીઓએ વિરોધ નોંધાવ્યો હતો અને થોડો સમય માંગ્યો હતો. તેમનો આક્ષેપ છે કે, માત્ર 12 મકાનોને નોટિસ આપવામાં આવી હતી, જ્યારે તમામ મકાનો ધરાશયી કરાયા હતા. ડિમોલિશન દરમિયાન સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો હતો, જેમાં 40થી વધુ પોલીસકર્મી, 50થી વધુ હોમગાર્ડ-TRB જવાનો અને 2 મોબાઇલ વાન તૈનાત કરાયા હતા.
આ કામગીરીના અકાશી દ્રશ્યો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.