નંદેસરીમાં PAB ઓર્ગેનિક કંપનીમાં લાગી આગ, ફાયર બ્રિગેડની ટીમોએ આગને કરી કાબૂ
વડોદરાની નંદેસરી ખાતે આવેલી PAB ઓર્ગેનિક કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળી, ફાયર બ્રિગેડની 4 ટીમોએઆગ પર કાબૂ મેળવ્યો.

નંદેસરીમાં આગ

નંદેસરીમાં આગ
વડોદરાના નંદેસરી ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલી PAB ઓર્ગેનિક કંપનીમાં આજે સવારે અચાનક ભીષણ આગ લાગી ગઈ હતી. આગનું કારણ હજુ સુધી સ્પષ્ટ ન થયું હોવા છતાં, આગમાં કંપનીનો પ્રાંત વિભાગ સંપૂર્ણપણે લપેટાઈ ગયો હતો.
જ્યારે આગ લાગવાની શરૂ થઈ ત્યારે કામ કરતા કર્મચારીઓ કંપનીમાંથી બહાર નીકળી ગયા હોવાને કારણે હજુ સુધી કોઈ જાનહાનિની માહિતી મળી નથી, જોકે આ અંગે સંપૂર્ણ માહિતી હજી સુધી મળી નથી.
આ ઘટનાની જાણ થતા નંદેસરી ફાયર બ્રિગેડ, *જીએસસીએલ (GSCL), મ્યુનિસિપલ કોર્પોરેશન સહિતની કુલ 4 ફાયર ફાઈટિંગ ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને 2 કલાક સુધી સતત પ્રયત્નો પછી આગનું જોર ઓસરી ગયું હતું.
પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને પ્રાથમિક માહિતી મેળવવાનું કાર્ય શરૂ કર્યું હતું. બીજી બાજુ આગ જોવા માટે આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા, જેના કારણે તંત્રે ભીડ નિયંત્રણ માટે પણ વ્યવસ્થા ગોઠવી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.