યુવતીનો વિડીયો બનાવી દુષ્કર્મ ગુજારનાર ઝડપાયો
વિડીયો વાયરલ કરવાની ધમકી આપી શારીરિક સંબંધ બાંધતો

મને વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.

મને વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી.
યુવતી સાથે દુષ્કર્મ ગુજારી તેનો વિડીયો ઉતારી પરિણીત પુરૂષ દ્વારા હેરાનગતિ કરવામાં આવતા જેના કારણે યુવતીના છુટાછેડા થઈ ગયા હતા. તેના પછી પણ યુવતી સાથે જબરદસ્તી કરતા આરોપી સામે જવાહરનગર પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
શહેરની નજીક રહેતી યુવતીએ પોલીસ ફરિયાદ નોધી જણાવ્યું કે હું 18 વર્ષની હતી. ત્યારે સ્કુલે જતા આવતા મને પંકજ દિલીપસિંહ મકવાણા નામના શખ્સએ રસ્તામાં અવાર-નવાર રોકી પ્રેમ સંબંધ બાંધવા માટે જણાવતો હતો. તે શખ્સ પરિણીત હોવા છતાં મેં તેને ના પડી હતી. બે વર્ષ પહેલા હું એકલી ઘરે હતી. ત્યારે મારા પરિવારજનો બહારગામ ગયા હતા. ત્યારે પંકજ મારા ઘરે પાછળના ભાગે થી ઘરે આવ્યો હતો.તેને મને અચાનક બાથ ભરી લીધી હતી. ત્યારબાદ મને ડરાવી મારી મરજી વિરુધનું શારીરિક સંબંધ બાંધ્યો હતો. મને ખબર નાં પડે તે રીતે તેને આ દુષ્કર્મનો વિડીયો ઉતારી લીધો હતો. ત્યાર બાદ તેમને મને વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. અને અવાર નવાર ધમકાવતો હતો. તેના પછી મારા લગ્ન થઈ ગયા હતા. પરંતુ પંકજ મને ઈન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને હેરાન કરતો હતો. આ બધી બાબત વિશે મારા પતિને જાણ થઈ જતા તેને મને છુટાછેડા આપ્યા હતા. ત્યારથી હું પિયરમાં રહું છું. ત્યારબાદ પણ પંકજ અવાર નવાર મને હેરાન કરતો હતો. અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી શારીરિક સંબંધ બાંધતો હતો. તે મારી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય પણ કરતો હતો. જેના ફોટા અને વિડીયો તેણે લઈ લીધા હતા.
મેં આ ત્રાસથી કંટાળીને મારી માતાને સમગ્ર વાત કરતા અમે પંકજના ગામના સરપંચના પતિ પ્રવીણસિંહ મકવાણાને મળતા તેમને જણાવ્યું હતું, કે ફરિયાદ કરશો તો કોઈ ફાયદો થાય નહીં પોલીસને મળીને કેસ દબાવી દઈશું. અને જો છોકરીના બીજા લગન કરવા હોઈ તો આ વાતને ભૂલી જવી પડશે. જવાહર નગર પોલીસ સ્ટેશનના પી.આઈ.જે.એન. પરમારે આ અંગે ગુનો દાખલ કરી આરોપી પંકજ દિલિપસિંહ મકવાણાને ઝડપી તપાસ હાથ ધરી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!