લમ્પી વાયરસનો ગુજરાતમાં પુનરાગમન: પશુધન પર જોખમ
ગુજરાતમાં ફરી લમ્પી વાયરસ સક્રિય થયો છે

પશુઓમાં લમ્પી વાયરસ

પશુઓમાં લમ્પી વાયરસ
ગુજરાતમાં ફરી લમ્પી વાયરસ સક્રિય થયો છે. પશુધન માટે ખાતરનાક ગણાતો આ લમ્પી વાઈરસે ત્રણ વર્ષ પછી ફરીથી ગુજરાતમાં દેખાયો છે. છેલ્લા બે અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતથી ધીમે ધીમે ફેલાયેલ જોવા મળી રહ્યો છે. આ વાયરસને કારણે દેવભૂમિ દ્વારકા અને સાબરકાંઠા જિલ્લામાં દુધાળા ઢોર બીમાર પડતા જોવા મળી રહ્યા છે. આશરે 15 દિવસમાં પશુપાલન પશુપાલન ખાતા દ્વારા 307 કેસ નોંધવામાં આવ્યા હતા. તેની સાથે જ વાયરસ સામે પ્રતિરોધક વેક્સિનના પાંચ લાખ 32 હજારથી પણ વધારે ડોઝ આપવાનો દાવો કરવામાં આવ્યો છે.
ત્રણ વર્ષ પૂર્વે લમ્પીને કારણે ગુજરાતમાં 80 હજારથી વધુ દુધાળા પશુઓના મોત થયા હતા. લમ્પી વાયરસએ ગ્રામીણ, દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં ચિંતાનો વિષય બન્યો છે. પશુપાલન તંત્ર તરફથી ઉપલબ્ધ માહિતી મુજબ છેલ્લા 15 દિવસમાં દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી અને સુરત જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, જામનગર જેવા જિલ્લાઓ તેમજ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાંથી 307 જેટલા પશુઓ લમ્પી વાયરસથી ભારે અસરગ્રસ્ત હોવાના કેસ જોવા મળ્યા છે. ત્યાર બાદ તેમાંથી 238 કેસ રિકવર થઈ ચૂક્યા છે.
આ વાયરસ ઢોરમાં કેવી રીતે થઈ શકે છે :
મચ્છર, માખી કરડવાથી પણ દૂધાળા પ્રાણીઓમાં લમ્પી વાયરસ સક્રિય થતું જોવા મળી રહ્યું છે. જો કોઈ એક સક્રમિક પશુ અન્ય સક્રમિત પશુ કે ગાયના સંપર્કમાં આવવાથી પણ આ વાયરસ થઈ શકે છે. આ વાયરસનો શિકાર થયેલ ઢોરમાં ન્યુમોનિયા થવો,ચામડી પર નાની ગાંઠો થવી, પશુનો અચાનક ખોરાક ઓછો થઈ જવો, દૂધના ઉત્પાદન માં ઘટાડો થવો, પશુનો ગર્ભપાત થઈ જવો જેવા લક્ષણો જોવા મળે છે.
લમ્પી વાયરસ છે શું ?
યુરોપિયન ફૂડ સેફટી ઓથોરીટી પ્રમાણે આ બીમારી પશુઓની ચામડી પર વાયરસને કારણે થાય છે. આ વાયરસ એક ખાસ પ્રકારની માખી, મચ્છર કે જીવાણુથી એક પશુથી બીજા પશુમાં પ્રસરે છે. આ વાયરસના કારણે બીમાર પશુમાં તાવ આવે છે. ત્યાર બાદ મૃત્યુ થવાની પણ શક્યતા હોય છે. જો લમ્પી વાયરસ રોગી થાય તો તેને મારી નાખવું પડે છે. જેથી આ રોગ બીજા પશુઓમાં ના ફેલાય.
આર્યુવેદિક ઉપાયથી લંપી વાયરસને કયોર કરી શકાય છે :
આર્યુવેદિક ઉપાયથી લમ્પી વાયરસને મટાડી શકાય છે. ગાયને લસણ વાટીને હળદર કે ગોળ સાથે તેલ નાખીને ખવડાવી શકાય છે. લસણની સાથે તેલ નાખવાથી ગાયને ચાંદી ન પડે અને ઝાડા પણ થતા નથી. ગાય લાકડું પચાવી શકે માટે ઉકાળો કરવાની ખૂબ વધુ જરૂર પડતી નથી. જો પશુમાં વાયરસ દેખાય તો આ ઉપાય પહેલા દિવસથી કરવામાં આવે તો પરિણામ મળી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!