સિંહોના મોત: ગાંધીનગરની ટીમ જાફરાબાદ પહોંચી
ભાજપના વધુએ ધારાસભ્યએ સિંહોના મોત મામલે વન વિભાગને જવાબદાર ઠેરવ્યા
જે.વી. કાકડિયાએ વનવિભાગની નિષ્ફળતા પર આક્ષેપો કર્યા
જે.વી. કાકડિયાએ વનવિભાગની નિષ્ફળતા પર આક્ષેપો કર્યા
અમરેલીમાં દિવસેને દિવસે બાળ સિંહોના મૃત્યુ વધતાં જતાં જોવા મળી રહ્યા છે. બાળ સિંહોના મૃત્યુના કારણે આખા ગામમાં ચકચાર મચી ગઈ છે. આ ઘટના બન્યા બાદ તાત્કાલિક ગાંધીનગરથી વન વિભાગની એક ટીમ તપાસ માટે અમરેલી પહોંચી ગઈ હતી.
વધુ માહિતી અનુસાર, (PCCF)પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ જયપાલસિંહની આગેવાની હેઠળ તપાસ હાથ ધરવામાં આવી છે. જુનાગઢના ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (CCF) ઓફિસર રામરતન નાલા પણ આ તપાસમાં જોડાયા છે. આ ટીમ જાફરબાદ બાદ રાજુલાના ઝાંઝરડા એનિમલ કેર સેન્ટર પહોંચી હતી. જે જગ્યા બાળ સિંહોના મૃત્યુ થયા હતા.
પ્રાથમિક રિપોર્ટમાં આવ્યા બાદ સિંહોના મોતનું કારણએ એનિમિયા અને ન્યૂમોનિયા જેવા રોગ હોવાનું બહાર આવ્યું હતું. ઘણી જગ્યા વાતો પણ વહેતી થઈ હતી જેમાં વન વિભાગન પોતાના જ સ્થાનિક અધિકારીઓ આ સિંહોના મૃત્યુ પાછળનું કારણ છુપાવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આ વાતની જાણ થતાં જ ઉચ્ચ અધિકારીઓ ખુદ તપાસ માટે ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
આ ઘટના બન્યા બાદ વન વિભાગની ટીમ પર ઘણા બધા સવાલો ઉઠાવ્યા હતા. પરંતુ ઉચ્ચ તપાસ કર્યા બાદ બાળ સિંહોના મોતની પાછળનું સાચું કારણ શું હતું તે બહાર આવશે ત્યાર બાદ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર વન વિભાગમાં ભારે ખળભળાટનો માહોલ સર્જાયેલો જોવા મળી રહ્યો છે.
ભાજપના ધારાસભ્યોએ પત્ર લખીને વનવિભાગની કામગીરી પર અનેકો સવાલો ઊઠવ્યા :
જાફરબાદમાં સિંહબાળ અને સિંહોના મોતના બનાવ બન્યા બાદ વનવિભાગની કામગીરી પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. ભાજપના ધારાસભ્ય જે.વી. કાકડિયાએ વનમંત્રી મૂળું બેરાને પત્ર લખીને વનવિભાગની નિષ્ફળતા પર ઘણા બધા આક્ષેપો કર્યા હતા. ત્યાર બાદ તેની પહેલા ધારાસભ્ય હીરા સોલંકીએ પણ વન વિભાગને પત્ર લખીને રજૂઆત કરી હતી.
સિંહોના મોત વચ્ચે અમરેલીના રાજુલામાંથી વધુ એક સિંહણનો મૃતદેહ મળ્યો :
રાજુલાના માંડરડી ગામની સીમમાંથી એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગમાં દોડધામ થઈ હતી. ગામના એક ખેડૂતની વાડીમાંથી સિંહણનો મૃતદેહ મળ્યો હતો. ત્યાર બાદ તાત્કાલિક વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગને ઘટનાની જાણ થતાં જ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. સિંહણના મૃતદેહને પોસ્ટમોર્ટમ બાદ વન વિભાગએ સિંહણના મૃત્યુ કુદરતી રીતે થયું તેની પુષ્ટિ પણ કરી હતી.
સિંહોના મોત પાછળ ખુલ્લા ખુવા અને વીજ કરંટ વધુ જોખમી :
જંગલમાં ખુલ્લા કૂવામાં પાડવાના કારણે, ખૂલ વીજ કરંટ પડેલા હોય તે લાગવાથી, ટ્રેન અકસ્માતના કારણે, રોડ અકસ્માતના કારણે, કદાચ સિંહો બીમાર હોય તો તે કુદરતી મોત ગણવામાં આવે છે. સૌથી વધુ મોતએ વીજ કરંટ લાગવાથી અથવા ખુલ્લા કૂવામાં પડી જવાથી પણ સિંહોના મોત થઈ રહ્યા છે. સિંહોની સલામતી માટે સતત વધતાં વસ્તીના કારણે સરકાર અને વન વિભાગ ગૌરવ લઈ રહ્યું છે. પણ સિંહોઓમાં ખરા અર્થમાં અનેક સંકટ તો જોવા મળી રહ્યું છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.