અમદાવાદમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂ
સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ, જાણો હવામાન વિભાગની આગાહી
અમદાવાદમાં ધીમીધારે વરસાદ શરૂ
અમદાવાદમાં ધીમીધારે વરસાદ શરૂ
ગુજરાતમાં ચોમાસું યથાવત રહ્યું છે અને મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ થઈ ગઈ છે. હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે, જેના કારણે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જેવા જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમદાવાદમાં પણ વરસાદી માહોલ:
અમદાવાદમાં પણ આજે વહેલી સવારથી વરસાદનું આગમન થયું છે. શહેરના પૂર્વ વિસ્તારો જેવા કે નરોડા, સરદારનગર, કોતરપુર અને નિકોલ રોડ પર એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ જોવા મળી રહી છે.
ક્યાં-ક્યાં છે એલર્ટ?
હવામાન વિભાગે આજે (25મી ઓગસ્ટ) બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મોરબીમાં અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપ્યું છે. જ્યારે મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, નવસારી, ડાંગ, વલસાડ સહિતના 21 જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. વહેલી સવારથી સાબરકાંઠા, બનાસકાંઠા અને સુરતમાં ધોધમાર મેઘો વરસી રહ્યો છે. રાજ્યના મોટાભાગના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જામેલો છે.
માછીમારોને ચેતવણી:
આગામી દિવસોમાં દરિયાકાંઠે 40થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, બંદરો પર 3 નંબરનું સિગ્નલ પણ લગાવાયું છે, જે સંભવિત ખતરાનો સંકેત આપે છે.
હાલની પરિસ્થિતિ જોતાં તંત્રને સાવચેત રહેવા અને નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.