ટ્યુશન ક્લાસ પર નિયંત્રણ માટે ગુજરાતમાં બનશે કાયદો
GSEB અધ્યક્ષના વડપણ હેઠળ કમિટી રચાશે, ફી અને મનમાની પર કસાશે લગામ

હવે ટ્યુશન ક્લાસ પર લાગશે નિયંત્રણ

હવે ટ્યુશન ક્લાસ પર લાગશે નિયંત્રણ
ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં પારદર્શિતા અને જવાબદારી લાવવા માટે રાજ્ય સરકારે એક મહત્ત્વપૂર્ણ અને ક્રાંતિકારી પગલું ભર્યું છે. ટૂંક સમયમાં જ રાજ્યમાં ખાનગી ટ્યુશન અને કોચિંગ ક્લાસીસ પર નિયંત્રણ લાવવા માટે એક નવો કાયદો લાગુ કરવામાં આવશે. ખાનગી શિક્ષણની મનમાની અને આડેધડ ફી વસૂલવાની પ્રવૃત્તિઓ પર લગામ કસવાના હેતુથી આ કાયદાનો મુસદ્દો તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
ખાનગી ટ્યુશન પર નિયંત્રણ માટે વિશેષ સમિતિઆ ડ્રાફ્ટ કાયદાનો મુસદ્દો તૈયાર કરવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB)ના અધ્યક્ષના વડપણ હેઠળ એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે. આ કમિટીમાં કુલ 8 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં શિક્ષણ વિભાગના નાયબ સચિવ, કમિશ્નર, શાળાઓના નિયામક અને શિક્ષણ ક્ષેત્રના નિષ્ણાત વ્યક્તિઓને સામેલ કરાશે. આ આઠ સભ્યોની સમિતિ ખાનગી ટ્યુશન વર્ગો માટે નિયમો અને ધારાધોરણોનો ડ્રાફ્ટ તૈયાર કરીને સરકારને સુપરત કરશે.

આ ડ્રાફ્ટ કાયદાનો મુખ્ય ઉદ્દેશ્ય સુપ્રીમ કોર્ટના નિર્દેશોને અનુરૂપ શિક્ષણ ક્ષેત્રમાં પારદર્શિતા અને જવાબદારી લાવવાનો છે. એકવાર આ કાયદો લાગુ થઈ ગયા બાદ તે ટ્યુશન ક્લાસની નીચેની બાબતોને નિયંત્રિત કરવામાં મદદ કરશે:
ફીનું માળખું: આડેધડ ફી વસૂલવા પર નિયંત્રણ આવશે.
અભ્યાસક્રમ: ટ્યુશન ક્લાસમાં ભણાવવામાં આવતા અભ્યાસક્રમનું નિયમન થશે.
સલામતીના ધોરણો: વિદ્યાર્થીઓની સુરક્ષાના ધોરણો સુનિશ્ચિત કરાશે.
શૈક્ષણિક પ્રવૃત્તિઓ: અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર પણ નિયંત્રણ લવાશે.
આ કાયદો લાગુ થવાથી વિદ્યાર્થીઓ અને વાલીઓને આર્થિક અને શૈક્ષણિક ક્ષેત્રે થતા શોષણથી રક્ષણ મળશે, તેવી આશા છે. આ પગલું ખાનગી ટ્યુશન ક્લાસની મનમાની પર લગામ કસશે અને એક સુવ્યવસ્થિત શિક્ષણ પ્રણાલી સ્થાપિત કરવામાં મદદ કરશે. કાયદાનો મુસદ્દો તૈયાર થયા બાદ, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અંતિમ મંજૂરી મળતાં જ તે લાગુ થશે, જે ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં એક નવો અને મહત્વપૂર્ણ અધ્યાય શરૂ કરશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો