સ્વ. વિજય રૂપાણીને ગૃહ મંત્રી અમિત શાહએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી!
આ ઉપરાંત મંત્રી મંડળના સભ્યોએ પણ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અંતિમ સંસ્કાર રામનાથપરા સ્મશાન ગૃહમાં કરવામાં આવશે.

અંતિમ સંસ્કાર રામનાથપરા સ્મશાન ગૃહમાં કરવામાં આવશે.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં નિધન થયા બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો નશ્વર દેહ રાજકોટ પહોંચ્યો છે.આ દરમિયાન અનેક લોકોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.ગ્રીન ચોકડીથી નિવાસ સ્થાન સુધી યાત્રા નિકળી હતી.તેમના નશ્વર દેહને ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ નિવાસસ્થાને લઈ જઈને દર્શનાર્થે મુકવામા આવ્યો છે.કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ રાજકોટ પહોંચ્યા છે.તેમણે વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.આ ઉપરાંત મંત્રી મંડળના સભ્યોએ પણ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.
પુષ્પવર્ષા કરીને લોકોએ વિજયભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી :
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનો નશ્વર દેહ રાજકોટ ખાતેના તેમના નિવાસ સ્થાને દર્શનાર્થે મુકવામાં આવ્યો છે.તેમના અંતિમ દર્શન માટે જનમેદની ઉમટી પડી છે.લોકોએ પુષ્પવર્ષા કરીને વિજયભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.તેમના અંતિમ સંસ્કાર રામનાથપરા સ્મશાન ગૃહમાં કરવામાં આવશે.ઈલેક્ટ્રિક સ્મશાનમાં તેમના નશ્વર દેહને અગ્નિદાહ અપાશે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાજકોટ ખાતે વિજયભાઈના નિવાસ સ્થાને પહોંચ્યા હતાં.જ્યાં તેમણે વિજયભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું :
રાજકોટમા અંતિમ યાત્રા પહેલા વિજય રૂપાણીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું છે.હવે તેમની અંતિમ યાત્રા નીકળી હતી.શહેરના રામનાથપરા સ્મશાનગૃહમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.આ સ્મશાનમાં ઈલેક્ટ્રિક સ્મશાનમાં તેમને અગ્નિદાહ આપવામાં આવશે.અમિત શાહ સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત,મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.