AMCના ગેરસંકલનથી બ્રિજ પ્રતિબંધમાં યુ-ટર્ન
ભારે વાહનોના પ્રતિબંધના બોર્ડ લગાવ્યા પછી તુરંત નિર્ણય મોકૂફ

AMC

AMC
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ફરી એકવાર પોતાના જ નિર્ણયોમાં ગંભીર સંકલનના અભાવને કારણે ચર્ચામાં આવ્યું છે. શહેરના 16 બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય બાદ તુરંત જ યુ-ટર્ન લેવો પડ્યો છે, જેના કારણે સત્તાધીશો અને અધિકારીઓ વચ્ચેના તાલમેલનો અભાવ સ્પષ્ટપણે દેખાય છે. AMCની આ ઉતાવળ અને ગેરસમજને કારણે અમદાવાદની જનતા પરેશાન થઈ રહી છે.
બોર્ડ લગાવીને નિર્ણય પાછો ખેંચ્યો :
AMC દ્વારા તાત્કાલિક ધોરણે શહેરના 16 મહત્ત્વના બ્રિજ પર ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતા સાઇન બોર્ડ લગાવવાની કાર્યવાહી શરૂ કરાઈ હતી અને કેટલાક બ્રિજ પર બોર્ડ લગાવી પણ દેવાયા હતા. જોકે, આ બોર્ડ યોગ્ય જગ્યાએ ન હોવાથી ભારે વિવાદ થયો હતો. વિવાદ થતાં AMCને આ નિર્ણય પરથી પલટી મારવી પડી હતી અને સત્તાવાર રીતે એવું કહેવું પડ્યું હતું કે, હાલમાં આ નિર્ણયનો અમલ કરવામાં આવશે નહીં. આ ઘટના દર્શાવે છે કે, કોઈપણ મોટો નિર્ણય લેતા પહેલા વિભાગો વચ્ચે પૂરતું સંકલન કરવામાં આવ્યું નહોતું.
સત્તાધીશો અને અધિકારીઓ વચ્ચે તાલમેલનો અભાવ :
બ્રિજ પરના પ્રતિબંધના સાઇન બોર્ડ મુદ્દે જ્યારે AMCના R&B કમિટીના ચેરમેન જયેશ પટેલને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ગોળગોળ જવાબ આપ્યો કે, બોર્ડ લગાવવા અંગે કમિટીને કોઈ જાણ જ નથી, કદાચ કમિશનરે લગાવ્યા હશે. આ રીતે સત્તાધીશો અને અધિકારીઓ દ્વારા એકબીજાને 'ખો' આપવાની વૃત્તિથી સ્પષ્ટ થાય છે કે વિભાગના ચેરમેન અને અધિકારીઓ વચ્ચે સદંતર તાલમેલનો અભાવ છે.
હાઈટ બેરિયર્સ મૂકવાનો નિર્ણય પણ મોકૂફ રખાયો હોવા છતાં, ગાંધી બ્રિજ પાસે ભારેખમ લોખંડનો સામાન (હાઇટ બેરિયર માટેનો) પહોંચી ગયો હતો. આ અંગે ચેરમેને ચોંકાવનારો ખુલાસો કર્યો કે આ સામાન બેરિયર માટેનો નહીં પણ લાઇટિંગના સ્ટ્રક્ચર માટેનો છે.
ટ્રાફિક જામની સમસ્યા વકરી :
AMCની આ અવ્યવસ્થાના કારણે સામાન્ય લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. બ્રિજ પર લાગેલા બોર્ડ વાંચીને ઘણા ભારે વાહનો ચાલકો દંડના ડરથી બ્રિજના પ્રવેશદ્વાર પાસેથી જ પાછા ફરવા મજબૂર બન્યા છે.
ભારે વાહનો પાછા ફરતા હોવાને કારણે આસપાસના વૈકલ્પિક રસ્તાઓ પર ટ્રાફિકનું ભારણ અચાનક વધી ગયું છે, જેને લીધે અન્ય વાહન ચાલકો પણ હેરાન થઈ રહ્યા છે અને ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઇ રહી છે.
AMCના ઉતાવળિયા નિર્ણયો અને સત્તાધીશો તેમજ અધિકારીઓ વચ્ચેના સંકલનના અભાવે શહેરમાં અંધાધૂંધીનું વાતાવરણ સર્જાયું છે. લોકો માંગ કરી રહ્યા છે કે કોર્પોરેશન નક્કર નિર્ણય લેતા પહેલાં પૂરતી તૈયારી કરે, જેથી વારંવાર યુ-ટર્ન લેવાની અને પ્રજાને હેરાન કરવાની સ્થિતિ ન સર્જાય
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?