Jamnagar: સમર્પણ સર્કલ પાસે બાઈક ચોરીનું પ્રમાણ વધ્યું!
ક્રિશ જયેશભાઈ વરીયા પ્રજાપતિ નામના યુવકે પોતાનું બાઈક ચોરી કરી ફરિયાદ નોંધાવી

હાર્દિક શૈલેષભાઈ ચોવટીયા નામના પટેલ યુવાને પણ તે જ દિવસે પોતાન જ બાઈક ચોરી થઈ ગયું હોવાની ફરિયાદ નોં...

હાર્દિક શૈલેષભાઈ ચોવટીયા નામના પટેલ યુવાને પણ તે જ દિવસે પોતાન જ બાઈક ચોરી થઈ ગયું હોવાની ફરિયાદ નોં...
જામનગરમાં સમર્પણ સર્કલ નજીકના વિસ્તારમાં 10મી જૂનએ અને 13મી જૂને જુદા જુદા ત્રણ બાઈક ચોરી થઈ ગયાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
જામનગરમાં તિરુપતિ પાર્ક સોસાયટીમાં રહેતા શૈલેષભાઈ અશોકભાઈ નામના 43 વર્ષના યુવાને ગત 10મી તારીખે સમર્પણ સર્કલ પાસે પાર્ક કરેલું પોતાનું બાઈક કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી સી.ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી હતી.
આ ઉપરાંત નવાગામ ઘેડમાં રહેતા ક્રિશ જયેશભાઈ વરીયા પ્રજાપતિ નામના યુવાને સમર્પણ સર્કલ પાસે ગત 13મી તારીખે પાર્ક કરેલું પોતાનું બાઈક કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયાની ફરિયાદ નોંધાવી છે.જ્યારે હાર્દિક શૈલેષભાઈ ચોવટીયા નામના પટેલ યુવાને પણ તે જ દિવસે પોતાન જ બાઈક ચોરી થઈ ગયું હોવાની ફરિયાદ નોંધાવી છે.જે મામલે સીટી સી.ડિવિઝનના પોલીસ સ્ટાફે વધુ તપાસ હાથ ધરી છે. અવાર નવાર આવી ચોરીની ઘટના વધારે પ્રમાણ વધી રહી છે. તેથી સ્થાનિક લોકોએ ચોરીનું પ્રમાણ વધી ગયું હોવાથી ત્યાંનાં લોકોએ પોલીસને ઝડપથી ચોરને પકડવાનું અને કડકમાંથી કડક સજા આપવાની ત્યાંનાં સ્થાનિક લોકોએ માંગ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.