ગુજરાતમાં પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી થશે
ગુજરાતમાં દેશની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરીનો ટ્રાયલ રન ઓક્ટોબરથી શરૂ થશે
પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી
પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરી
ભારતની પ્રથમ ડિજિટલ વસ્તી ગણતરીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, અને તેનો ટ્રાયલ રન આગામી ઓક્ટોબરથી દેશના અન્ય ભાગોની સાથે ગુજરાતના 3 વિસ્તારોમાં શરૂ થશે. આ પ્રક્રિયા 1 માર્ચ, 2027 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે. આ ટ્રાયલ માટે ગુજરાતના 3 વિસ્તારોની પસંદગી કરવામાં આવી છે: સુરત શહેરનો એક વિસ્તાર, દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના 26 ગામ અને મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના 25 ગામ.
કામગીરી સરળ અને ઝડપી બનશે
આ ઉપરાંત, કેન્દ્રશાસિત પ્રદેશ દમણના કેટલાક વિસ્તારોમાં પણ આ ટ્રાયલમાં સામેલ છે. આ પહેલીવાર એવું બનશે કે, વસ્તી ગણતરીમાં લોકો પોતે પણ મોબાઈલ એપ્લિકેશનની મદદથી પોતાની વિગતો ઓનલાઈન ભરી શકશે, જેનાથી કામગીરી વધુ સરળ અને ઝડપી બનશે.
આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ
આ વસ્તી ગણતરીની પ્રક્રિયામાં ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવશે. ડિસેમ્બર 2025 સુધીમાં ડિજિટલ મેપિંગ પૂર્ણ કરવામાં આવશે, જેના માટે ગુજરાત સરકારને 31 ડિસેમ્બર, 2025 સુધીમાં વિસ્તારો અને વહીવટી સીમાઓનો અંતિમ નકશો રજૂ કરવો પડશે. આ મેપિંગ માટે AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) અને ગૂગલ ઇમેજ જેવી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક નવો જિયો-લોકેશન આધારિત નકશો બનાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો: દેશમાં આવતા વર્ષથી શરૂ થશે વસ્તી ગણતરી!
કર્મચારીઓ ઘરે આવીને આ માહિતીની ખરાઈ કરશે
આ વસ્તી ગણતરીની સૌથી મોટી નવીનતા એ છે કે, નાગરિકોને ઓનલાઈન લિંક આપવામાં આવશે, જેના દ્વારા તેઓ પોતાની પ્રાથમિક વિગતો ભરી શકશે. આ પછી, ગણતરી કરનાર કર્મચારીઓ ઘરે આવીને આ માહિતીની ખરાઈ કરશે અને જો કોઈ ભૂલ હશે તો તેને સુધારશે. આ પ્રક્રિયાથી બન્ને પક્ષોનો સમય બચશે અને કામગીરીની ઝડપ વધશે.
5 લાખ સરકારી કર્મચારીઓને તાલીમ આપશે
આ માટે સમગ્ર દેશમાં 35 લાખ સરકારી કર્મચારીઓને તાલીમ આપવામાં આવી રહી છે. એક મહત્વનો મુદ્દો એ પણ છે કે, આ વસ્તી ગણતરી સાથે જાતિ ગણના પણ થવાની પૂરી શક્યતા છે, જે આ પ્રક્રિયાને વધુ મહત્વપૂર્ણ બનાવે છે. આ સંપૂર્ણ પ્રક્રિયા ભારતને એક નવીન અને ટેકનોલોજી-આધારિત દિશામાં આગળ ધપાવશે, અને ભવિષ્યની નીતિઓ ઘડવા માટે સચોટ ડેટા પૂરો પાડશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.