સસરા એ પુત્રવધૂની દારૂ પાર્ટીની પોલીસને કરી જાણ
સુરતમાં એક સસરાએ પોતાની પુત્રવધૂની દારૂ પાર્ટીથી કંટાળીને પોલીસને જાણ કરી, 6ની ધરપકડ
ડુમસ પોલીસ સ્ટેશન
ડુમસ પોલીસ સ્ટેશન
સામાન્ય રીતે એવું ઓછું જોવા મળે છે કે, કોઈ સસરા પોતાના પરિવારની ગુપ્તતાને બદલે કાયદાનું પાલન કરવાનું પસંદ કરે. પરંતુ સુરતમાં એક એવો જ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક સસરાએ પોતાની પુત્રવધૂ અને તેના મિત્રોની દારૂ પાર્ટીથી કંટાળીને સીધો પોલીસને ફોન કરીને રેડ પડાવી.
પોલીસ કંટ્રોલ રૂમને એક અજાણ્યો કોલ મળ્યો, જેમાં કોલ કરનારે જણાવ્યું કે, તેની પુત્રવધૂ તેના મિત્રો સાથે ડુમસ રોડ પરની 'વીકેન્ડ એડ્રેસ' નામની હોટલના રૂમ નંબર 443માં દારૂ પાર્ટી કરી રહી છે. આ કોલ બીજું કોઈ નહીં, પરંતુ દારૂ પાર્ટી કરતા આર્ટિસ્ટ વહુના સસરાનો હતો.
હોટલના રૂમમાંથી 6 લોકો ઝડપાયા
સસરાનો કોલ મળતા જ ડુમસ પોલીસની PCR વાન તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યારે હોટલના રૂમ નંબર 443નો દરવાજો ખુલ્યો, ત્યારે પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ. રૂમની અંદર 4 પુરુષ અને 2 મહિલા ફ્લોર પર કુંડાળું વળીને બેઠાં હતાં અને દારૂની મહેફિલ ચાલી રહી હતી. રૂમમાં દારૂની તીવ્ર ગંધ ફેલાઈ રહી હતી.
પોલીસે તપાસ શરૂ કરી
પોલીસે સ્થળ પર જ તમામની પૂછપરછ શરૂ કરી હતી. પકડાયેલા લોકોમાં મિત હિમાંશુભાઈ વ્યાસ (ઉંમર 25), સંકલ્પ અજય પટેલ (ઉંમર 24), લોક ભાવેશ દેસાઈ (ઉંમર 23), અને સમકિત કલાપીભાઈ વિમાવાલા (ઉંમર 25)નો સમાવેશ થાય છે. આ બધાની આંખો લાલ હતી અને તેઓ લથડિયાં ખાઈ રહ્યા હતા. તેમની પાસે દારૂ પીવા માટે કોઈ પાસ-પરમિટ ન હતી. 2 મહિલાઓમાંથી એક જેના સસરાએ પોલીસને ફોન કર્યો હતો, તે પણ આ પાર્ટીમાં હાજર હતી.
પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને ગુનો કર્યો દાખલ
પોલીસે રૂમની તલાશી લેતાં ત્યાંથી વિદેશી બનાવટની દારૂની બોટલ, દારૂ ભરેલા અને ખાલી ગ્લાસ તેમજ 7 મોબાઈલ ફોન જપ્ત કર્યા. આ સમગ્ર મુદ્દામાલની કુલ કિંમત રૂપિયા 2,56,500 હતી. આ ઘટના અંગે ડુમસ પોલીસે પકડાયેલા 6 આરોપીઓ વિરુદ્ધ ગુજરાત નશાબંધી સુધારા વટહુકમ (2016)ની કલમ 66(1)(બી), 65(એ)(એ), 81, 83(ક) 1(2019) હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.