ગુજરાતમાં પાંચ વર્ષમાં 537 અંગદાનથી 1654 લોકોને નવજીવન મળ્યું
વર્ષ 2019ની તુલનામાં વર્ષ 2023માં અંગદાતાઓની સંખ્યામાં 128 ટકા અને અંગોના દાનમાં 176 ટકાનો વધારો

In Gujarat, 1654 people got new life with 537 organ donations in five years

In Gujarat, 1654 people got new life with 537 organ donations in five years
૩ ઓગસ્ટને ભારતીય અંગદાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગુજરાતમાં પાંચ વર્ષમાં 537 બ્રેઇનડેડ વ્યક્તિના અંગોના દાન થકી 1654 લોકોને નવજીવન મળ્યુ છે. જેમાં 908 કિડની, 468 લીવર, 117 હ્રદય, 114 ફેફસા, 14 સ્વાદુપિંડ, 9 નાના આંતરડા અને 24 હાથનો સમાવેશ થાય છે.
વર્ષ 2019 થી 2021 દરમિયાન રાજ્યમાં 170 અંગદાન થયા હતા. કોરોનાકાળ બાદ અંગદાનની જાગૃતિના પરિણામે 2022 થી 2024 સુધીના અઢી વર્ષમાં 367 જેટલા અંગદાન થયા છે.
વર્ષ 2019 ની સરખામણીમાં વર્ષ 2023માં અંગદાતાઓની સંખ્યામાં 128 ટકા અને અંગોના દાનમાં 176 ટકાનો વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં 99 ઓર્ગન રીટ્રીવલ અને 31 ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ સેન્ટર કાર્યરત થયા છે.
દિલ્હી ખાતે દર વર્ષે ત્રીજી ઓગસ્ટે ભારતીય અંગદાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઉજવણી અંતર્ગત NOTTO (નેશનલ ઓર્ગન ટીસ્યુ એન્ડ ટ્રાન્સપ્લાન્ટ ઓર્ગનાઇઝેશન) દ્વારા કાર્યક્રમનું આયોજન કરીને અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે દેશમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર લોકો અને સંસ્થાઓનું સન્માન કરાય છે.
દિલ્હી ખાતે કુલ 21 કેટેગરીમાં શ્રેષ્ઠ કામગીરી માટે બહુમાન કરાયુ હતુ. જેમાં ગુજરાતમાંથી અંગદાન ક્ષેત્રે સારી કામગીરી કરનાર 5 વ્યક્તિ અને સંસ્થાઓનું સન્માન કરાયુ હતુ.
જેમાં “એક્સેમ્પ્લાઇનરી વર્ક ઇન ફીલ્ડ ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન” માટે I.K.R.D.C.ના ડાયરેકટર ડૉ. પ્રાંજલ મોદી, શ્રેષ્ઠ રીટ્રાઇવલ હોસ્પિટલ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ, શ્રેષ્ઠ બ્રેઇન સ્ટેમ ડેથ કમિટી માટે સુરત સિવિલ હોસ્પિટલ, બેસ્ટ કોર્ડિનેટર માટે સુરત સિવિલ હોસ્પિટલના ડૉ. કેતન નાયક અને બેસ્ટ સેવાભાવી સંસ્થા માટે ડોનેટ લાઇફ સંસ્થાનું બહુમાન કરવામાં આવ્યુ હતુ.
રાજ્યમાં હાલ કિડની માટે 1865, લીવર 344, હ્રદય 19, ફેફસા માટે 27 અને સ્વાદુપિંડ માટે 9 વેઇટીંગ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?

સુરતમાં તહેવારો પહેલાં ઘીનો કથિત કાળો કારોબાર ઝડપાયો! અબ્રામાના ગોડાઉનમાં પોલીસનો દરોડો, ₹18.21 લાખનો મુદ્દામાલ જપ્ત