ગુજરાતમાં ભારે વરસાદ સાથે અનેક જિલ્લાઓમાં રેડ અને ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં ચોમાસાની પધરામણી બાદ માત્ર 9 દિવસમાં મેઘ મહેર થયો છે, અને આગામી દિવસોમાં પણ ભારે વરસાદ સાથે અનેક વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે.

વરસાદની આગાહી

વરસાદની આગાહી
ગુજરાત રાજ્યમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત 15મી જૂને થઈ અને માત્ર 9 દિવસમાં જ ધોધમાર વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 7 દિવસમાં રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે અને 28 જૂન સુધી વરસાદ ચાલુ રહી શકે છે. ખાસ કરીને રથયાત્રાના દિવસે પણ અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદનું મોજું યથાવત રહેશે.
કયા વિસ્તારોમાં ક્યું એલર્ટ?
રેડ એલર્ટ: વડોદરા, ભરૂચ, સુરત, નવસારી
ભારેથી અતિભારે વરસાદ: વલસાડ, દમણ, દાહોદ, મહીસાગર
ઓરેન્જ એલર્ટ: સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ
ભારે વરસાદની આગાહી: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ
અન્ય જિલ્લાઓમાં આગાહી: અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, દીવ, સૌરાષ્ટ્ર અને કચ્છ
રાજ્યમાં 125 તાલુકાઓમાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં દક્ષિણથી ઉત્તર ગુજરાત સુધી 125 તાલુકાઓમાં ભારે વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના નાંદોદમાં 8.66 ઈંચ, દાહોદ અને તિલકવાડામાં 7.13 ઈંચ, વલસાડના ધરમપુરમાં 6.57 ઈંચ, પંચમહાલના શહેરામાં 6.50 ઈંચ, અને વાપીમાં 6.06 ઈંચ વરસાદ નોંધાયો છે.
અમદાવાદમાં રથયાત્રાના દિવસે વરસાદની શક્યતા
અમદાવાદ શહેરમાં 27 જૂન, શુક્રવારના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા હોય તે દિવસે ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. શહેરમાં તાપમાનમાં ઘટાડા સાથે ઠંડા પવનો પણ ફૂંકાઈ રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?

તહેવારો પહેલાં ગુજરાતના વીજ ગ્રાહકોને ઝટકો? FPPAS ચાર્જમાં 3.99% વધારાના અહેવાલ વચ્ચે આગામી વીજ બિલમાં યુનિટ દીઠ 30થી 45 પૈસા સુધીનો વધારાનો બોજ પડી શકે છે!

મોરબી ખેડૂત આંદોલનમાં મોટો વળાંક? 24માંથી 21 મુદ્દાઓ પર સહમતી બાદ બાકી 3 માંગણીઓ પર સરકાર શું નિર્ણય લેશે?