ગુજરાતમાં આગામી 5 દિવસ ભારે પવન સાથે વરસાદની શક્યતા, હવામાન વિભાગે આપી ચેતવણી
હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે પવન અને મેઘમહેરની સંભાવના છે.

વરસાદની આગાહી

વરસાદની આગાહી
હવામાન વિભાગે એક ગંભીર ચેતવણી આપતા જણાવ્યું છે કે, આગામી 5 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન અને વીજળી સાથે વરસાદની તીવ્ર શક્યતા છે. પવનની ઝડપ 30થી 40 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યના દક્ષિણ વિસ્તાર સહિત સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શકયતા છે. અમદાવાદ અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. તેના પરિણામે સમગ્ર ગુજરાતમાં હળવેથી મધ્યમ અને અમુક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત અને દક્ષિણ સૌરાષ્ટ્રના જૂનાગઢ તથા પોરબંદર વિસ્તારમાં ખાસ કરીને વધુ વરસાદ પડવાની શકયતા છે.
7 અને 8 જૂનના રોજ વરસાદની શક્યતા ધરાવતાં જિલ્લાઓમાં નીચેના જિલ્લાઓનો સમાવેશ થાય છે. જેમાં અરવલ્લી, ખેડા, આણંદ, મહિસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ છે.
હવામાન વિભાગે રાજ્યના લોકોને આ ચેતવણીને ગંભીરતાથી લેવા અને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી છે. રેઇનકોટ અને અન્ય સુરક્ષાના ઉપાયો સાથે તૈયાર રહેવાની ભલામણ કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.