અમારી જમીન જશે તો અમે ક્યાં જઈશું, ખેડૂતોનો વલોપાત
પાલનપુર બાયપાસ રોડ મુદ્દે ખોડલા ગામના ખેડૂતો વિફર્યા, ખેતરમાં બેસી મહિલાઓનો વિરોધ
માર્ગ મકાન વિભાગ તેમજ DILR કચેરી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ખૂંટ મારવામાં આવ્યા
માર્ગ મકાન વિભાગ તેમજ DILR કચેરી દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ખૂંટ મારવામાં આવ્યા
પાલનપુર શહેરમાં ટ્રાફિકના નિવારણ માટે સોનગઢથી જગાણા સુધી 25 કિલોમીટર બાયપાસ રોડ મંજૂર કરવામાં આવ્યો છે. દોઢ વર્ષથી ખેડૂતોનો વિરોધ હોવા છતાં બાયપાસ બનાવવા સરકાર મક્કમ છે. માર્ગ અને મકાન વિભાગ તેમજ ડીઆઈએલઆર કચેરીના અધિકારીઓ ખૂંટ મારવા પહોંચ્યા ત્યારે મહિલા ખેડૂતોએ વલોપાત કરતાં કહ્યું કે, અમારી જમીનમાં જશે તો અમે ક્યાં જઈશું?, અમારા છોકરાનું શું થાશે?, ખેડૂતોના ઉગ્ર વિરોધ વચ્ચે તંત્ર દ્વારા ખૂંટ મારવામાં આવ્ચા હતા. ત્યારે ખેડૂતોની આજીવિકા છીનવીને રાજ્ય સરકાર શહેરના નાગરિકોનું ભલું કરવા નીકળી હોય તેવો ઘાટ સર્જાયો છે.
બનાસકાંઠા ડીઆઈએલઆર અને માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ પોલીસ બંદોબસ્ત સાથે ખોડલા ગામની સીમમાં ખૂંટ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા શરૂ કરાતાં ખેડૂતો એકત્ર થયા હતા. ખેડૂતોએ ખૂંટ મારવાની પ્રક્રિયાનો વિરોધ કર્યો હતો. પાલનપુર શહેરના બાયપાસ માટે પાલનપુર તાલુકાના 16 ગામની જમીન સંપાદન કરવામાં આવનાર છે.
મોટાભાગના ખેડૂતોની સંપૂર્ણ જમીન સંપાદન થઈ જતા ખેડૂતો જમીન વિહોણ બની જશે. ઉપરાંત હજારો વૃક્ષોનું નિકંદન કરવામાં આવશે. જે ખેડૂતોએ વર્ષોથી મહેનત કરીને આંબા જેવા વૃક્ષો વાવ્યા છે. તેવા ખેડૂતોના આંબાના વૃક્ષો ઉપર બુલડોઝર ફરી જશે. તેથી મહિલાઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો. જેના કારણે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું.
પાલનપુર શહેરની ટ્રાફિક સમસ્યાનું નિવારણ લાવવા બાયપાસ રોડનું નિર્માણ થનાર છે. ખોડલા ગામે જમીન સંપાદનમાં ખૂંટ મારવા આવેલા ડીઆઈએલઆર સર્વેયર ખુમાનસિંહ રાઠોડ સ્પષ્ટ જવાબ આપી શક્યા ન હતા. સક્ષમ અધિકારીઓ પણ સ્થળ ઉપર નહી આવતાં ખેડૂતો નારાજ થયા હતા.
100 મીટર બાયપાસ માટે જમીન સંપાદન કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોએ 30 મીટર જમીન સંપાદન કરવા માંગ કરી છે. જો કે, ખેડૂતોના ઉગ્ર વિરોધ વચ્ચે ખૂંટ મારવાની પ્રક્રિયા તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમ માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર બી.વી.ચૌધરીએ કહ્યું હતું.
ખોડલા ગામના ખેડૂત રમેશભાઈ લોહે જણાવ્યું કે, 100 મીટર નહીં પણ 30 મીટર જમીન બાયપાસમાં સંપાદન કરવામાં આવે. બાયપાસ રોડની જમીન સંપાદન થશે તો મોટાભાગના ખેડૂતો જમીન વિહોણા થઈ જશે. અહીંયા બે-ત્રણ વીઘા જમીન ધરાવતાં ખેડૂતો છે. ખેતરમાં ઘાસચારો વાવીને પશુપાલન ઉપર નભી રહ્યા છીએ.
વાઘજીભાઈ લોહે કહ્યું કે, અમારી જમીન સંપાદન કરી લેવાશે તો અમે ક્યાં જઈશું, અમારા છોકરાનું ભવિષ્યમાં શું થશે, તેમ કહી મહિલાઓએ જમીન સંપાદન કરવા સામે વલોપાત કર્યો હતો. ખૂંટ મારવાની પ્રક્રિયા સમયે મહિલા ખેડૂતોએ ખેતરમાં બેસી જઈને વિરોધ કર્યો હતો.
રમેશભાઈ પટેલે જણાવ્યું કે, બાયપાસમાં જમીન સંપાદન થાય તો ખેડૂતોને યોગ્ય વળતર મળે અને જમીન ઓછી કપાય તે માટે મુખ્યમંત્રીથી લઈને હાઇકોર્ટ સુધી ખેડૂતોએ લડત કરી છે. પરંતુ ખેડૂતોની રજૂઆતનું કોઈ પરિણામ મળ્યું નથી.
કાન્તાબેન ચૌધરીએ જણાવ્યું કે, અમારી જમીન છે. સરકારની જમીન નથી. અમારી જમીનમાંથી કોઈ અમને દૂર ના કરી શકે. અમારી જમીન છીનવાઈ જશે તો અમારા પરિવારનુ ગુજરાન અમે નહીં ચલાવી શકીએ. અમને અમારી જમીનનુ યોગ્ય વળતર નથી મળ્યું. અમારી મહામૂલી જમીન જઈ રહી છે. આ જમીન જશે તો અમે જમીન વિહોણા બની જઈશું.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.