ગુજરાતમાં મેઘકહેર: અમદાવાદ સહિત 10 જિલ્લાઓમાં રેડ એલર્ટ
ગુજરાતમાં ભારે વરસાદના કારણે છેલ્લા 2 દિવસમાં 18 લોકોના મોત અને અનેક વિસ્તારમાં જનજીવન ખોરવાયું. આજે અમદાવાદ સહિત 10 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું ...

વરસાદી એલર્ટ

વરસાદી એલર્ટ
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં વરસાદના કારણે વાવાઝોડા, વીજળી અને અન્ય કારણે છેલ્લા 2 દિવસમાં કુલ 18 નાગરિકોના દુર્ભાગ્યપૂર્ણ મોત નીપજ્યા છે. હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને NDRFની 12 અને SDRFની 20 ટીમો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં તૈનાત કરવામાં આવી છે.
મંગળવારે ગુજરાતના 208 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં બોટાદના બરવાળામાં સૌથી વધુ 7.5 ઇંચ અને સુરેન્દ્રનગરના ઈંચ ખાતે 6.5 ઇંચ વરસાદ નોંધાયો. કુલ 60 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો.
આ જિલ્લાઓમાં નોંધાયો ભારે વરસાદ
ગુજરાતના બોટાદ, સુરેન્દ્રનગર (મૂળી, થાનગઢ, ચુડા), જામનગર (જોડિયા), ભાવનગર (ઉમરાળા, વલ્લભીપુર), બોટાદ (રાણપુર), કચ્છ (ગાંધીધામ, નખત્રાણા, અંજાર), અમદાવાદ (ધંધુકા, ધોલેરા), આણંદ (બોરસદ, પેટલાદ, ખંભાત), મોરબી (હળવદ) વગેરે જિલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે જાહેર કર્યું એલર્ટ
હવામાન વિભાગે અમદાવાદ, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, જૂનાગઢ, પોરબંદરમાં રેડ એલર્ટ જારી કર્યું છે. કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, વડોદરા, તાપી, સુરત, વલસાડ, દાદરા-દમણ, જામનગર, રાજકોટ, દ્વારકા, અમરેલી, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. જ્યારે મહિસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગંમાં યલો એલર્ટ જારી કર્યું છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
19 જૂન, આવતીકાલે માટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં ઓરેન્જ એલર્ટ હેઠળ સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, તાપી, ભરુચ, ભાવનગર, અમરેલી, ગીર-સોમનાથ અને દીવ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

દિવાળી પહેલાં જ અમદાવાદમાં મોંઘવારીનો મોટો ઝટકો! અદાણી CNGના ભાવમાં પ્રતિ કિલો ₹4.45નો વધારો થતાં ભાવ ₹98.47એ પહોંચ્યો હોવાના અહેવાલ છે.

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.