અમરેલીમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા, ગઢડામાં 13 ઈંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ચાલુ છે,અમરેલી-ભાવનગર સહિત અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે.

અમરેલીમાં વરસાદ

અમરેલીમાં વરસાદ
ગુજરાતમાં ચોમાસું ધમાકેદાર રીતે પ્રવેશ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. અમરેલીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો છે, જેને કારણે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે. ગઢડા વિસ્તારમાં 13 ઈંચ વરસાદ પડતા જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે અને ઠેબી ડેમના 2 દરવાજા ખોલવામાં આવ્યા છે.
સોમવારે અમરેલી જિલ્લામાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર આવતાં ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ઘૂસી ગયા હતા. કેટલાંક ગામોમાં કેડ સમા પાણી ભરાઈ ગયા હતા. આજની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા જુનાગઢ, ગીર સોમનાથ અને દીવ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
20 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે, જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં વરસાદના કારણે એક દુઃખદ ઘટના બની છે, જ્યાં AMC સ્ટ્રીટ લાઈટના પોલમાં કરંટ લાગતાં એક વ્યક્તિનું મોત થયું છે.
અમરેલીમાં લોકોને સલામત સ્થળે રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવા વહીવટીતંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, ખેડૂતોને તેમના પાકને બચાવવા માટે જરૂરી પગલાં લેવા અને પાણીના નિકાલ માટે વ્યવસ્થા કરવા સૂચન આપવામાં આવ્યું છે. આ ભારે વરસાદે અમરેલીના જનજીવનને અસર કરી છે, પરંતુ સ્થાનિક વહીવટ અને લોકોના સહકારથી આ પરિસ્થિતિમાંથી બહાર આવવાની આશા રાખવામાં આવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.