ગુજરાતમાં 20 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી
18થી 20 ઓગસ્ટ સુધી રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર, માછીમારોને ચેતવણી અપાઈ
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
આજે સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક અને ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. રાજ્યમાં ત્રણ જેટલી વરસાદી સિસ્ટમ સક્રિય થતાં 19 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદનું જોર યથાવત રહેશે.
ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
હવામાન વિભાગની આગાહી મુજબ આજે નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, અને તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત, અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી, ખેડા અને આણંદમાં પણ વરસાદની શક્યતા છે.
હવામાન વિભાગે ખાસ કરીને 18થી 20 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જે દરમિયાન અત્યંત ભારે વરસાદની સંભાવના છે. આ સમયગાળામાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. જોકે, 21 ઓગસ્ટથી વરસાદનું જોર ઘટવાની શક્યતા છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આગામી છ દિવસમાં ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે. મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારો અને ગુજરાતમાં 18 ઓગસ્ટના રોજ અતિ ભારે વરસાદનું અનુમાન છે. આ સાથે જ, પૂર્વ રાજસ્થાન અને ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદની શક્યતા છે.
અમદાવાદમાં વરસાદ અને લોકોની ચિંતા
અમદાવાદમાં ગઈકાલે સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેના કારણે ગરમી અને બફારાથી ત્રસ્ત લોકોને હાશકારો થયો. જોકે, અચાનક પડેલા વરસાદના કારણે ઓફિસેથી ઘરે જઈ રહેલા વાહનચાલકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે, અમદાવાદ અને ગાંધીનગરમાં 27 ઓગસ્ટ સુધી વરસાદની આગાહી છે.
રાજ્યમાં લાંબા વિરામ બાદ શરૂ થયેલા વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. મુરજાતા ઉભા પાક, જેમ કે મગફળી અને કપાસને આ વરસાદથી જીવનદાન મળ્યું છે. સૌરાષ્ટ્રમાં અમરેલી પંથકમાં વરસેલા ધોધમાર વરસાદને કારણે શેત્રુંજી નદીમાં સીઝનનું પહેલું પૂર આવ્યું હતું.
આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે, જેને પગલે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.