ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદ: રેડ ઍલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 6 દિવસ વરસાદનું જોર રહેશે, અનેક જિલ્લાઓમાં મધ્યથી ભારે વરસાદની આપી આગાહી
આ જિલ્લાઓમાં આપી આગાહી
આ જિલ્લાઓમાં આપી આગાહી
ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના પગલે આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે આગામી ૨૪ ઓગસ્ટ સુધી વિવિધ જિલ્લાઓ માટે યલો, ઓરેન્જ અને રેડ ઍલર્ટ જાહેર કર્યા છે.
રેડ ઍલર્ટ: અત્યંત ભારે વરસાદની શક્યતાઆવતીકાલે, મંગળવાર (૧૯ ઓગસ્ટ) અને ૨૦ ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.
૧૯ ઓગસ્ટ: જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદને કારણે રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
૨૦ ઓગસ્ટ: અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે.
આગામી છ દિવસ દરમિયાન ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ રહેશે.
૧૮ ઓગસ્ટ (આજે): જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરુચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જેવા ૨૪ જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેન્જ અને યલો ઍલર્ટ જાહેર કરાયું છે.
૧૯ ઓગસ્ટ: આ દિવસે ૨૮ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે, જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, ભાવનગર, ભરુચ, સુરત, તાપી અને ડાંગ જેવા જિલ્લાઓમાં ઓરેન્જ ઍલર્ટ અને અન્ય ૨૦ જિલ્લામાં યલો ઍલર્ટ છે.
૨૦ ઓગસ્ટ: દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, ભરુચ, સુરત, તાપી અને ડાંગ જિલ્લાઓ માટે ઓરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે.
હવામાન વિભાગ અનુસાર, ૨૧ અને ૨૨ ઓગસ્ટના રોજ રાજ્યના ૨૬ જિલ્લાઓમાં ધોધમાર વરસાદની સંભાવના છે. આ વિસ્તારોમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે. જેમાં દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, કચ્છ, પાટણ, મહેસાણા, રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ અને ખેડા નો સમાવેશ થાય છે.
ત્યારબાદ, ૨૩ અને ૨૪ ઓગસ્ટના રોજ પણ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે, જેના માટે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.