મહિસાગરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી,માછીમારોને દરીયો ન ખેડવા આદેશ!
રાજ્યના 11 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે

વાતાવરણમાં ઠંડક પ્રસરી

વાતાવરણમાં ઠંડક પ્રસરી
રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આજે કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.રાજ્યના 11 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ અપાયું છે.જ્યારે 11 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.મહીસાગરના લુણાવાડા ધોધમાર વરસાદ ચાલુ થયો છે.વીરપુર,બાલાસિનોરમાં વરસાદમાં પણ ધોધમાર વરસાદ પડતા રોડ પર વરસાદી પાણી વહેતા થયા હતા.માંડવી બજાર,હાટડિયા બજારમાં પાણી ભરાયા છે.વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.લોકોને ગરમીથી રાહત મળી છે.
5 દિવસ વરસાદની આગાહી :
ચોમાસાની સત્તાવાર શરૂઆત થઇ ગઇ છે. રાજ્યના વિવિધ શહેરો અને ગામડાઓમાં વરસાદી માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે.વરસાદના કારણે ખેડૂતો ખુશ છે.તેઓ નવા પાકના વાવેતર માટે તૈયારીઓ કરી રહ્યા છે.જે સ્થળે પાણી ભરાયા છે.ત્યાં તંત્ર દ્વારા મદદ પહોંચાડવાની તજવીજ હાથ ધરાઇ છે.
પાંચ દિવસ માછીમારોને દરીયો ન ખેડવા સૂચના :
કાલે કચ્છ,ગીર સોમનાથમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જૂનાગઢમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યામાં 18 થી 22 જૂન સાર્વત્રિક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.આગામી પાંચ દિવસ માછીમારોને દરીયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.પવનની ગતિ 25-35 કિમી પ્રતિકલાકની રહેશે.અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.