દ્વારકામાં સૌથી વધુ 11 ઈંચ વરસાદ નોંધાયો
સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓ સહિત રાજ્યભરમાં સારો વરસાદ નોંધાયો છે
છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ
છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ
ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ફરી ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ નોંધાયો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના અહેવાલ મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં રાજ્યનો સૌથી વધુ સરેરાશ 11 ઇંચ વરસાદ નોંધાયો છે.
દ્વારકામાં કલ્યાણપુર તાલુકામાં 10.57 ઈંચ અને દ્વારકા તાલુકામાં 5 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય, પોરબંદર તાલુકામાં 4 ઈંચ, માંગરોળમાં 3.74 ઈંચ, સુત્રાપાડામાં 3.35 ઈંચ અને જાફરાબાદમાં 3.07 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે, જેના કારણે ખેડૂતોમાં આનંદનો માહોલ છે.
આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના માત્ર 4 કલાકના ટૂંકા ગાળામાં જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં 10 ઈંચ જેટલો મુશળધાર વરસાદ નોંધાયો છે. જૂનાગઢ વંથલીમાં 5 ઈંચથી વધુ અને કેશોદમાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત, ભાવનગરના મહુઆમાં 4.76 ઈંચ અને ગીર સોમનાથના તલાલામાં ૪ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ વરસાદથી ચોમાસાની સિઝન ફરી જીવંત બની છે અને પાણીની સમસ્યા હળવી થઈ છે.
રાજ્યના ડેમની સ્થિતિની વાત કરીએ તો, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમમાં હાલ 26,0174 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ થયો છે, જે તેની કુલ ક્ષમતાના 77.88 ટકા જેટલું છે. સરદાર સરોવર સિવાયના રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,15,537 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ થયો છે, જે તેમની કુલ સંગ્રહ ક્ષમતાના 74.48 ટકા છે. હાલમાં, રાજ્યના 64 ડેમને હાઈ એલર્ટ, 29 ડેમને એલર્ટ અને 21 ડેમને વોર્નિંગ આપવામાં આવી છે.
રાજ્યમાં સિઝનનો કુલ સરેરાશ વરસાદ 71 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 75 ટકા, દક્ષિણ ગુજરાતમાં 73 ટકાથી વધુ, ઉત્તર ગુજરાતમાં 72 ટકાથી વધુ, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 69.92 ટકા, જ્યારે સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી ઓછો 68.06 ટકા વરસાદ નોંધાયો છે. આ આંકડાઓ દર્શાવે છે કે, આ ચોમાસું રાજ્ય માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ રહ્યું છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.