ગુજરાત મત્સ્ય ઉત્પાદનમાં દેશમાં બીજા સ્થાને
બ્લૂ ઈકોનોમીને વેગ આપવા પ્રયાસો તેજ
મત્સ્ય ઉત્પાદન
મત્સ્ય ઉત્પાદન
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના 'બ્લૂ ઈકોનોમી'ના વિઝનને સાકાર કરવા ગુજરાત સરકારે મહત્વના પગલાં ભર્યા છે. દેશનો સૌથી લાંબો 2340.62 કિલોમીટરનો દરિયાકિનારો ધરાવતું ગુજરાત, મત્સ્ય ઉત્પાદનમાં સમગ્ર દેશમાં બીજા સ્થાને પહોંચ્યું છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ, રાજ્ય સરકારે માછીમારોને આર્થિક રીતે સદ્ધર બનાવવા માટે વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અને નીતિઓ અમલમાં મૂકી છે.
મત્સ્ય ઉત્પાદનના આંકડા અને લક્ષ્યાંકછેલ્લા 4 વર્ષોમાં: ગુજરાતમાં સરેરાશ વાર્ષિક 8.56 લાખ મેટ્રિક ટન મત્સ્ય ઉત્પાદન નોંધાયું છે.
વર્ષ 2023-24: રાજ્યનું કુલ મત્સ્ય ઉત્પાદન 9.08 લાખ મેટ્રિક ટન (દરિયાઈ: 7,04,828 MT અને આંતર્દેશીય: 2,03,073 MT) રહ્યું હતું.
વર્ષ 2024-25: અંદાજ મુજબ, કુલ મત્સ્ય ઉત્પાદન વધીને 10.37 લાખ મેટ્રિક ટન (દરિયાઈ: 7,64,343 MT અને આંતર્દેશીય: 2,72,430 MT) થવાની સંભાવના છે.
માછીમારોની આજીવિકામાં વધારો કરવા અને મત્સ્યોદ્યોગનું ઉત્પાદન વધારવા માટે કેન્દ્ર સરકારની PMMSY યોજના ગુજરાતમાં અસરકારક રીતે લાગુ કરવામાં આવી છે.
₹897.54 કરોડની મંજૂરી: વર્ષ 2020-21 થી 2024-25 સુધીમાં ગુજરાતના વિવિધ પ્રોજેક્ટ્સ માટે કેન્દ્ર સરકારે આટલી મોટી રકમ મંજૂર કરી છે.
₹50 કરોડની ગ્રાન્ટ: વર્ષ 2025-26 માટે ગુજરાતને ₹50 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જે મત્સ્યોદ્યોગની પ્રવૃત્તિઓને વધુ વેગ આપશે.
મત્સ્યપાલન ક્ષેત્રના વિકાસ માટે રાજ્ય સરકારે અનેક નવી યોજનાઓ અને સુવિધાઓ શરૂ કરી છે:
માળખાકીય સુવિધાઓ: ડીઝલના વેટમાં ઘટાડો, કેરોસીન-પેટ્રોલની ખરીદી પર સબસિડી, ઝીંગા પાલન માટે જમીન ફાળવણી, અને વીજળી-રસ્તા જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.
નવા મત્સ્ય બંદરો: માઢવાડ, નવાબંદર, વેરાવળ-2 અને સૂત્રાપાડા ખાતે ચાર નવા મત્સ્ય બંદરોનું નિર્માણ કાર્ય પ્રગતિમાં છે.
નવી યોજનાઓ (2025-26):
મત્સ્ય ઉછેર માટે બાયોફ્લોક અને RAS સિસ્ટમની સ્થાપનામાં સહાય.
ઝીંગા તળાવની તૈયારી માટે દવા, મિનરલ અને પ્રોબાયોટિકની ખરીદી પર સહાય.
આધુનિક બોટ બિલ્ડિંગ યાર્ડ અને કોલ્ડ સ્ટોરેજ માટે સહાય.
પરંપરાગત માછીમારોને હોડી અને જાળીની ફાળવણી.
ફિશ બાય-પ્રોડક્ટ પ્રોસેસિંગ યુનિટ અને સી-વીડ સીડ બેંકની સ્થાપના માટે પણ સહાય.
આ તમામ પ્રયાસો ગુજરાતને મત્સ્ય ઉત્પાદનમાં અગ્રણી રાજ્ય બનાવવાની સાથે સાથે દરિયાઈ અર્થતંત્રને પણ મજબૂત બનાવી રહ્યા છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.