કોરોનાના એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં બીજા સ્થાને, અમદાવાદમાં સૌથી વધુ 589 દર્દી
ગુજરાતમાં કોરોના વાયરસના 912 એક્ટિવ કેસ છે અને અમદાવાદમાં સૌથી વધુ 589 કેસ નોંધાયા છે, જેમાંથી 12 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

ગુજરાતમાં કોરોનાનો કહેર

ગુજરાતમાં કોરોનાનો કહેર
દેશભરમાં ફરી કોરોનાના કેસો વધતા નજરે આવી રહ્યા છે. કેન્દ્ર સરકારના તાજા આંકડા પ્રમાણે, ગુજરાત દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યામાં બીજા સ્થાને છે. હાલમાં કેરળમાં સૌથી વધુ 1184 એક્ટિવ કેસ, જ્યારે ગુજરાતમાં 912 અને પશ્ચિમ બંગાળમાં 747 દર્દીઓ સારવાર હેઠળ છે.
ગુજરાતના કુલ 912 એક્ટિવ કેસ પૈકી 589 માત્ર અમદાવાદમાં નોંધાયા છે, જે ચિંતાજનક છે. ગઈકાલે માત્ર એક જ દિવસે અમદાવાદમાં નવા 39 કેસ નોંધાયા હતા. હાલના 589 દર્દીઓમાંથી 12 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે જ્યારે બાકીના તમામ હોમ આઈસોલેશનમાં છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં પણ મોટાભાગના કોમોર્બિડ દર્દીઓ છે, તેમનું સ્વાસ્થ્ય ધીમે-ધીમે સુધરી રહ્યું છે.
બીજી બાજુ, રાજ્યમાં વધુ 134 દર્દીઓ કોરોનાથી સાજા પણ થયા છે. અત્યાર સુધી, જાન્યુઆરી 2025થી 20 જૂન 2025 સુધી 2371 દર્દીઓ સાજા થયા છે. આજે રાજ્યમાં નવા 134 નવા કેસ નોંધાયા છે, જેને લઈને સાવચેતીની જરૂર ઊભી થઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?

તહેવારો પહેલાં ગુજરાતના વીજ ગ્રાહકોને ઝટકો? FPPAS ચાર્જમાં 3.99% વધારાના અહેવાલ વચ્ચે આગામી વીજ બિલમાં યુનિટ દીઠ 30થી 45 પૈસા સુધીનો વધારાનો બોજ પડી શકે છે!

મોરબી ખેડૂત આંદોલનમાં મોટો વળાંક? 24માંથી 21 મુદ્દાઓ પર સહમતી બાદ બાકી 3 માંગણીઓ પર સરકાર શું નિર્ણય લેશે?