ગુજરાતમાં આગામી 3 દિવસ વરસાદી આફતનું એલર્ટ
રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી, જેના પગલે કડાણા અને ધરોઈ ડેમમાંથી પાણી છોડાયું
વરસાદી આફતનું એલર્ટ
વરસાદી આફતનું એલર્ટ
હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 3 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગના ડિરેક્ટર એ. કે. દાસે જણાવ્યું હતું કે, પોર્ટ પર LC 3 સિગ્નલ લગાવવામાં આવ્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ વરસાદી આફતથી બચવા માટે તંત્ર સજ્જ છે.
તમામ શાળાઓમાં રજા
વડોદરા શહેરમાં ગતરોજ થયેલા ભારે વરસાદ અને નદીઓમાં પાણીની સપાટી વધતાં આજે તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. કલેક્ટરે KG થી ધોરણ 12ના તમામ વિદ્યાર્થીઓ માટે રજાનો નિર્ણય કર્યો છે. સવારના 6થી 8 વાગ્યા સુધીમાં રાજ્યના 60 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના કપરાડામાં 1.57 ઈંચ નોંધાયો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો 98.85% સરેરાશ વરસાદ વરસી ગયો છે.
ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ
આવતીકાલે એટલે કે 7 સપ્ટેમ્બરના રોજ કચ્છ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જારી કરાયું છે. જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, ગાંધીનગર અને અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાઓમાં પૂરનું સંકટ
અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ અને બોટાદમાં હળવા વરસાદની સંભાવના સાથે યલો એલર્ટ અપાયું છે. નર્મદા ડેમમાંથી પાણીની આવક ઘટતાં 23 દરવાજામાંથી 8 દરવાજા બંધ કરવામાં આવ્યા છે, જેના કારણે વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાઓ પરથી પૂરનું સંકટ ટળી ગયું છે.
નર્મદા નદીનું જળસ્તર ઘટ્યું
હાલમાં ડેમની સપાટી 136.14 મીટર છે અને 15 દરવાજા ખુલ્લા રાખીને 3.80 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. મધ્યપ્રદેશના ડેમોમાંથી આવક ઘટતા પરિસ્થિતિ નિયંત્રણમાં આવી છે, અને તીર્થક્ષેત્ર ચાણોદમાં પણ નર્મદા નદીનું જળસ્તર ઘટતા લોકોને રાહત મળી છે.
હિંમતનગરમાં NDRFની ટીમ પણ તૈનાત
બીજી તરફ, મહીસાગરના કડાણા ડેમમાં જળસ્તર વધવાના કારણે આજે સવારે 11 વાગ્યે 2.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે. હાલમાં 1.50 લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. આ ઉપરાંત, ધરોઈ ડેમમાંથી 6,000 ક્યુસેકથી વધુ પાણી છોડાતા સાબરમતી નદીમાં પાણીની આવક વધી છે, જેના કારણે ગાંધીનગરના સંત સરોવરના 4 દરવાજા ખોલવામાં આવ્યા છે. હિંમતનગરમાં NDRFની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે.
આજવા સરોવરમાંથી સતત પાણી છોડાયું
વડોદરાના આજવા સરોવરમાંથી પણ સતત પાણી છોડાઈ રહ્યું છે, કારણ કે વિશ્વામિત્રી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે. પાણી પુરવઠા અધિકારીના જણાવ્યા મુજબ, વિશ્વામિત્રીની સપાટી 20 ફૂટ સુધી પહોંચી શકે છે, જેનાથી નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થઈ શકે છે. રાજકોટમાં પણ સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ વરસાદી આફતને કારણે તંત્ર અને પ્રજા બંને એલર્ટ પર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!