ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે
વરસાદની આગાહી
વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, હાલમાં એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી વરસાદી માહોલ જામશે. બંગાળની ખાડીમાં સક્રિય થયેલી વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ આ વરસાદનું મુખ્ય કારણ છે. ખાસ કરીને, 18થી 24 ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદ પડવાની સંભાવના છે, જેમાં 19 અને 20 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સંભાવનાને ધ્યાનમાં રાખીને, માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.
આગાહી મુજબ, દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, તાપી, અને દાદરા નગર હવેલીમાં અતિભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ અતિભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
આ ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થયું છે. ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં 9 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે, જેના પરિણામે નીચાણવાળા વિસ્તારો અને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. આ ઉપરાંત, વેરાવળમાં 6 ઈંચ, ગીર ગઢડામાં 5 ઈંચ, જ્યારે તાલાલા અને ઉનામાં 3-3 ઈંચ વરસાદ નોંધાયો છે. માંગરોળ અને લુણાવાડા જેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે, કારણ કે લાંબા વિરામ બાદ પડેલા વરસાદથી મગફળી અને કપાસ જેવા પાકને જીવનદાન મળ્યું છે. વરસાદના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે અને વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે.
રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 65% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. આ આંકડા મુજબ, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 70.11% વરસાદ નોંધાયો છે, જ્યારે મધ્ય ગુજરાતમાં 67.46%, ઉત્તર ગુજરાતમાં 66.89%, કચ્છમાં 65.46% અને સૌરાષ્ટ્રમાં 58.32% વરસાદ પડ્યો છે. રાજ્યના 207 જળાશયોમાં સરેરાશ 72.13% પાણીનો જથ્થો ઉપલબ્ધ છે, જેમાં સરદાર સરોવર ડેમમાં 74.94% પાણી ભરાયું છે. આ પરિસ્થિતિ ખેતી અને પીવાના પાણી માટે રાહતરૂપ છે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.