સરકારે ખેડૂતો માટે રૂ. 10 હજાર કરોડનું રાહત પેકેજ
કમોસમી વરસાદના લીધે પાક નુકસાની બાદ સરકારે 10 હજાર કરોડ રાહત-સહાય પેકેજની જાહેરાત કરી છે

CM ભૂપેન્દ્ર પટેલ

CM ભૂપેન્દ્ર પટેલ
આ વર્ષે ચોમાસામાં ભરપૂર વરસાદ પછી સતત થયેલા અસાધારણ કમોસમી વરસાદને કારણે રાજ્યના વિવિધ જિલ્લાઓના ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થયું છે. પ્રાથમિક અંદાજ મુજબ, રાજ્યના 16,000 જેટલા ગામોમાં અંદાજિત 42 લાખ હેક્ટરથી વધુ વાવેતરને નુકસાન પહોંચ્યું છે. આ ગંભીર પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કૃષિ વિભાગ, મહેસૂલ વિભાગ અને નાણાં વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને મંત્રીઓની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત
આ સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો માટે આશરે 10 હજાર કરોડના રાહત-સહાય પેકેજની જાહેરાત કરી છે. તેમણે X પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, ગત 2 દાયકામાં ન થયો હોય એ પ્રકારનો અસાધારણ કમોસમી વરસાદ આ વર્ષે થયો છે. તેમણે અને તેમના સાથી મંત્રીઓએ અસરગ્રસ્ત ખેડૂતો સાથે પ્રત્યક્ષ વાતચીત કરીને તેમની સ્થિતિ જાણી હતી અને તેમની લાગણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી તેમની પડખે ઊભી છે.
ખેડૂત દીઠ 125 મણની ખરીદી કરવાની સૂચના
આ સિવાય ખે્ડૂતો માટે રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે, 9 નવેમ્બરથી ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવશે. આ ખરીદી હેઠળ આશરે રૂ. 15 હજાર કરોડથી વધુના મૂલ્યની મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદી કરવામાં આવશે. કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, મગફળીની ખરીદી રૂ. 7263 પ્રતિ ક્વિન્ટલના ભાવે કરવામાં આવશે અને ખેડૂત દીઠ 125 મણની ખરીદી કરવાની સૂચના આપવામાં આવી છે. ખરીદી કેન્દ્રો દ્વારા આ ખરીદી થશે અને જરૂરિયાત મુજબ સબ સેન્ટર પણ ખોલવામાં આવશે.
કેન્દ્રીય સહાય મળવાનો પ્રશ્ન ઊભો થતો નથી
મંત્રીએ કહ્યું કે, ભારત સરકારના નિયમ પ્રમાણે 25% ખરીદીની જોગવાઈ છે, પણ રાજ્ય સરકાર તેનાથી વધુ ખરીદી થાય તે રીતે સપ્રમાણમાં ખરીદી કરશે. જોકે, આ રાહત પેકેજની જાહેરાત વચ્ચે એક વિવાદ પણ સપાટી પર આવ્યો છે. વર્ષ 2024માં કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિ થવા છતાં, કેન્દ્ર સરકારે રાજ્યસભામાં ખુલાસો કર્યો હતો કે, ગુજરાત સરકારે અતિવૃષ્ટિનો કોઈ અહેવાલ કેન્દ્રને મોકલ્યો જ નથી, જેને કારણે કેન્દ્રીય સહાય મળવાનો પ્રશ્ન ઊભો થતો નથી. બીજી તરફ, ખેડૂતોમાં એ બાબતનો અસંતોષ છે કે, રાજ્ય સરકારે પાક વિમા યોજના બંધ કરી દીધી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દારૂબંધી છતાં દારૂની હેલ્થ પરમિટનો આંકડો 53 હજારને પાર હોવાનો દાવો!

ગુજરાતમાં જનતાની સુરક્ષા કરનારા ડાયલ 112ના પાયલોટો પોતે જ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવાની ફરિયાદ!

સુરતના સાણિયા હેમાદમાં સીલ કરેલી એમ્બ્રોઈડરી ફેક્ટરીઓને લઈને મોટો સવાલ! શટર પર મનપાની સીલ છતાં લાખો રૂપિયાનાં વીજ બિલ કેવી રીતે આવ્યાં?