કૃષિ સંમેલનમાં દિવેલને ટેકાના ભાવમાં સમાવવા રજૂઆત
કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગુજરાતના ખેડૂતો વતી ખરીદીની મર્યાદા વધારવા માટે કરી રજૂઆત
દિવેલને ટેકાના ભાવમાં સમાવવા રજૂઆત
દિવેલને ટેકાના ભાવમાં સમાવવા રજૂઆત
નવી દિલ્હીમાં કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં 'રાષ્ટ્રીય કૃષિ સંમેલન: ખરીફ અભિયાન-2025'નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સરકારના પ્રતિનિધિ તરીકે કૃષિ મંત્રી રાઘવજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા અને ખેતી નિયામક પી. એસ. રબારી સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા.
સંમેલનનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ખરીફ સિઝનનું આયોજન કરવાનું હતો. આ બેઠકમાં, કેન્દ્રીય કૃષિ મંત્રીએ દેશના ખેડૂતોની જમીનનું સ્વાસ્થ્ય સુધારવા અને પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે આગામી 29 મેથી 12 જૂન દરમિયાન "વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન" યોજવાની જાહેરાત કરી. આ અભિયાન હેઠળ, 2,000 કૃષિ વૈજ્ઞાનિકો દેશના 700 જિલ્લાઓની મુલાકાત લઈને ખેડૂતોને માર્ગદર્શન આપશે.
સંમેલન દરમિયાન, કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગુજરાતના ખેડૂતોના હિતમાં કેટલીક મહત્વપૂર્ણ રજૂઆતો કરી હતી. તેમણે ભારત સરકારને દિવેલાના પાકને ટેકાના ભાવની ખરીદીમાં સમાવેશ કરવા ભલામણ કરી. આ ઉપરાંત, તેમણે રાજ્યના કુલ કૃષિ ઉત્પાદનના 25%ની વર્તમાન ટેકાના ભાવની ખરીદી મર્યાદાને વધારીને 40% કરવા માટે પણ રજૂઆત કરી.
મંત્રીએ આગામી ખરીફ સિઝન માટે DAP અને અન્ય જરૂરી ખાતરોની પૂરતી અને સમયસર ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે પણ ભારપૂર્વક જણાવ્યું. આ સંમેલનમાં પટેલે ગુજરાતની કૃષિલક્ષી સફળતાઓ અને નવી પહેલો વિશે માહિતી આપી. તેમણે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા કૃષિ મહોત્સવ અને પાક ધિરાણ જેવી સફળ યોજનાઓ વિશે વાત કરી.
આ સાથે જ, તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ ચાલુ વર્ષે ખેડૂતોના હિતમાં અમલમાં આવનારી નવી યોજનાઓથી પણ સૌને અવગત કરાવ્યા છે. મંત્રીએ પાક ધિરાણની મર્યાદા રૂપિયા 3 લાખથી વધારીને રૂપિયા 5 લાખ કરવાની વ્યવસ્થા ઝડપી બનાવવા તેમજ અન્ય યોજનાઓમાં જરૂરી ફેરફારો કરવા માટે પણ કેન્દ્ર સરકારને સૂચનો આપ્યા છે. આ સંમેલનમાં વિવિધ રાજ્યોના કૃષિ મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

છેલ્લા 6 મહિનામાં 20 હજાર લીટરથી વધુ નકલી અથવા શંકાસ્પદ ભેળસેળયુક્ત દૂધ ઝડપાયું હોવાનો અહેવાલ સામે આવ્યો

SVPI એરપોર્ટ પર મહિને 150થી 200 સુધી ખાનગી એરક્રાફ્ટની અવરજવર થાય છે.

પંજાબથી મળેલી ધમકીની માહિતી ગુજરાત પોલીસ સુધી પહોંચતા અમદાવાદ, ગાંધીનગર અને સોમનાથ સહિતના સ્થળોએ સુરક્ષા ચકાસણી શરૂ થઈ.